Tripura Bypoll: કોણ છે તફજ્જલ હુસૈન, મુસ્લિમ ચેહરાએ ભાજપને જીત અપાવી
ત્રિપુરાના બોક્સાનગરમાં પણ ભાજપને જીત મળી છે. અહીં ભાજપના તફજ્જલ હુસૈને Marxistના મિજાન હુસૈનને 30237 મતથી હરાવ્યા. ભાજપના તફજ્જલ હુસૈનને કુલ 34146 વોટ મળ્યા છે. આ સીટ પર અન્ય બે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા જેમને 200 વોટ મળી નથી મળ્યા. નોટાના ખાતામાં 434 વોટ ગયા છે.

તફજ્જલ હુસૈન કોણ છે
જણાવી દઈએ કે તફજ્જલ હુસૈન ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રિપુરાના બોક્સાનગર સીટથી પેટાચૂંટણીમાં વિરાટ જીત હાંસલ કરી છે. તેમના પિતાનું નામ દિવંગત કાનૂ મિયાં છે. તેઓ સમાજસેવક છે અને વ્યવસાયે બિઝનેસમેન છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ માત્ર 10મું પાસ છે. સંપત્તિની વાત કરીએ તો એફિડેવિટ મુજબ તેમની પાસે 4 લાખ 60 હજાર રૂપિયાની સંપત્તિ છે.












Click it and Unblock the Notifications
