જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી, સુરજ પંચોલી પર આરોપ છે
મોડેલથી અભિનેત્રી બનેલી જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી શરૂ થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ કિસ્સામાં તેનો પ્રેમી અભિનેતા સુરજ પંચોલી આ કેસમાં આરોપી છે.
મોડેલથી અભિનેત્રી બનેલી જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી શરૂ થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ કિસ્સામાં તેનો પ્રેમી અભિનેતા સુરજ પંચોલી આ કેસમાં આરોપી છે. બૉલીવુડની અભિનેત્રી જિયા ખાન જેને હાઉસફુલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેની 20 મી ફેબ્રુઆરીના રોજ બર્થડે છે. જેણે ફક્ત 25 વર્ષમાં દુનિયા છોડી દીધી હતી.

તેની માતાએ કોર્ટમાં જિયાના ખાસ મિત્ર સુરજ પંચોલી સામે કેસ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે જિયા સૂરજ સાથે છેલ્લા બે દિવસથી રહેતી હતી અને તે જ દિવસે ઘરે આવી હતી જેના પછી તેણે આ પગલું લીધું. આ પછી કેસ સીબીઆઈ પાસે પહોંચ્યો અને સીબીઆઇએ કેટલાક સાક્ષીઓને પૂછપરછ કરી. આ કેસમાં આરોપી સુરજ પંચોલીની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.જો કે, આ કેસમાં બચાવ પક્ષના વકીલ પ્રશાંત પાટિલે દાવો કર્યો છે કે પંચનામ સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: તેને તો ફાંસી લગાવી દીધી, પરંતુ હું આજ સુધી ઘૂંટાઈ ઘૂંટાઈ ને મરું છું
પોલીસ તપાસમાં ઘણી અસંગતતા હતી. જણાવી દઈએ કે જિયા ખાને જુહૂ સ્થિત ઘરમાં 3 જૂન, 2013 ના રોજ ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ 10 જૂનના રોજ તેના તત્કાલીન પ્રેમી સુરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી અને જુલાઈમાં તેમને જામીન મળી ગઈ હતી. આ ઘટના વિશે જિયા ખાનની માતા રાબિયાએ અદાલતની સામે દાવો કર્યો હતો કે તેની પુત્રીની મૃત્યુ આત્મહત્યા નહોતી પરંતુ હત્યા હતી. આ પછી મુંબઇની એક અદાલતે આઇપીસીની કલમ 306 (આત્મહત્યા માટે ઉપસાવવું) હેઠળ જિયા ખાનની મૃત્યુ માટે સુરજ સામે આરોપો નક્કી કર્યા હતા. પરંતુ હવે આ કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે, તો આશા છે કે નિર્ણય ટૂંક સમયમાં આવશે.
આ પણ વાંચો: આ સેલિબ્રિટીઓને નસીબમાં મળ્યો પ્રેમ, દગો અને મોત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
