'કપડાં સહિત બ્રેસ્ટ પર હાથ લગાવવો યૌન હુમલો નથી', સગીરાના શોષણ પર બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો
બૉમ્બે હાઈકોર્ટે એક 12 વર્ષીય કિશોરીના યૌન ઉત્પીડનના કેસ પર સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી છે.
Bombay High Court News: બૉમ્બે હાઈકોર્ટે એક 12 વર્ષીય કિશોરીના યૌન ઉત્પીડનના કેસ પર સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી છે. બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે 12 વર્ષની સગીર બાળકીને નિર્વસ્ત્ર કર્યા વિના, તેના બ્રેસ્ટને સ્પર્શવા એ યૌન હુમલો (Sexual Assault)ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે પોક્સો એક્ટ હેઠળ યૌન હુમલાને પરિભાષિત કરવા માટે સ્કિન ટુ સ્કિન કૉન્ટેક્ટ જરૂરી છે. કોર્ટે કહ્યુ કે અમે આ રીતના કેસને પોક્સો એક્ટ હેઠળ ન બનાવી શકીએ. કોર્ટે કહ્યુ કે જો કોઈ આરોપી કોઈ મહિલા કે છોકરી સાથે આવી હરકત કરે તો તેની સામે આઈપીસીની કલમ 354(શીલભંગ) હેઠળ કેસ ચલાવવો જોઈએ. હાઈકોર્ટે કોર્ટના આરોપીને પોક્સો એક્ટ હેઠળ છોડી મૂક્યો છે.

હાઈકોર્ટના નાગપુર બેંચના ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ 19 જાન્યુઆરીએ આ આદેશ આપ્યો. જેમાં તેમણે કહ્યુ કે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવા માટે 'ગંદી નિયતથી ત્વચા સાથે ત્વચા(સ્કિન ટુ સ્કિન) સંપર્ક' હોવો જરૂરી છે. ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ કહ્યુ કે માત્ર કપડાની ઉપર સ્પર્શવુ એ યૌન હુમલાની પરિભાષા નથી.
જાણો બૉમ્બે હાઈકોર્ટે કયા કેસ પર સંભળાવ્યો ચુકાદો
ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ આ ચુકાદો એક સેશન્સ કોર્ટના ચુકાદામાં સુધારો કરીને આપ્યો. સેશન્સ કોર્ટે 12 વર્ષીય છોકરીના યૌન ઉત્પીડન કરવા માટે 29 વર્ષીય વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. સેશન્સ કોર્ટે પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ 354 હેઠળ આરોપીને ત્રણ વર્ષની સજા સંભળવી હતી. પરંતુ હાઈકોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ છોડી મૂક્યો. આઈપીસીની કલમ 354 હેઠળ તેની સજા ચાલુ રાખી.
બૉમ્બે હાઈકોર્ટે શું શું કહ્યુ?
- બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે આરોપીએ છોકરીને નિર્વસ્ત્ર કર્યા વિના તેની છાતીને સ્પર્શવાની કોશિશ કરી માટે આ ગુનાને પોક્સો એક્ટ હેઠળ નોંધી શકાય નહિ. આ કેસ આઈપીસીની કલમ 354 હેઠળ મહિલાના શીલ ભંગ કરવાનો છે.
- કોર્ટે કહ્યુ કે આઈપીસીની કલમ 354 હેઠળ લઘુત્તમ સજા એક વર્ષન છે અને પોક્સો એક્ટ હેઠળ લઘુત્તમ સજા 3 વર્ષની છે.
- બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે પોક્સો એક્ટના કેસ માટે મજબૂત સાક્ષી અન ગંભીર આરોપ હોવો જોઈએ કારણકે આના માટે સજાની જોગવાઈ કઠોર છે.
- ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ કહ્યુ કે પોક્સો હેઠળ યૌન હુમલાની પરિભાષામાં જ્યારે કોઈ યૌન મંશા સાથે છોકરીના પ્રાઈવેટ પાર્ટ, બ્રેસ્ટ કે શરીરના અન્ય અંગત અંગોને સ્પર્શે છે, જેમાં સંભોગ કર્યા વિના યૌન મંશાથી શારીરિક સંપર્ક શામેલ હોય, તેને યૌન હુમલો કહેવામાં આવે છે.
જાણો, 12 વર્ષની બાળકીના કેસ વિશે
કોર્ટમાં આપેલ નિવેદનો મુજબ ડિસેમ્બર 2016માં આરોપી સતીષ નાગપુરમાં 12 વર્ષની બાળકીને કોઈ ખાવાની વસ્તુ અપાવવાના બહાને ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ આરોપીએ સગીરના બ્રેસ્ટને પકડ્યા અને તેને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
