આપના પાર્ટી કાર્યાલયમાં જમા થઈ 12 હજાર ઝાડુ, રોજ થઈ રહી છે સપ્લાય

આમ આદમી પાર્ટી (આપ)ના આઈટીઓ સ્થિત કાર્યાલયમાં હજારોની સંખ્યામાં ઝાડુ જમા થઈ ગઈ છે.

આમ આદમી પાર્ટી (આપ)ના આઈટીઓ સ્થિત કાર્યાલયમાં હજારોની સંખ્યામાં ઝાડુ જમા થઈ ગઈ છે. રાજધાનીમાં ચૂંટણી ખૂબ જ નજીક છે. પાર્ટી હવે બુધવારથી મોટાપાયે પ્રચાર માટે દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં રોડ શો, જનસભા, નુક્કડ નાટક અને પદયાત્રા શરૂ કરી રહી છે. એવામાં પાર્ટીના સમર્થક હોય કે કાર્યકર્તા, બધા પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઝાડુ માટે પ્રચારમાં ભાગ લેશે.

aap

મંગળવારે જ આપના કાર્યાલયમાં 4500 ઝાડુ લાવવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ઝાડુની ડિલીવરી કરનાર વ્યક્તિએ કહ્યુ કે આગામી બેથી ત્રણ દિવસમાં હજારો ઝાડુ લાવવામાં આવી રહી છે. ઝાડુ 5 જાન્યુઆરી સુધી લાવવામાં આવશે. અત્યાર સુધી કાર્યાલયમાં ઝાડુઓની સંખ્યા 12 હજાર સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે મંગળવારે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ હતો. આપ સહિત બધી પાર્ટીઓ ચૂંટણી પ્રચારની તૈયારીઓમાં લાગી ગઈ છે.

દિલ્લીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. આ વખતે આપે પોતાના દમ પર જનતા પાસે મત માંગ્યા છે. પાર્ટીને આશા છે કે તે પોતાની મફતની યોજનાઓના દમ પર એક વાર ફરીથી જીત મેળવશે. આ પહેલા 2015 થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટો મેળવી હતી. જ્યારે ભાજપને માત્ર 3 સીટો જ મળી હતી અને કોંગ્રેસના હાથે એક પણ સીટ આવી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X