ઘરે-ઘરે શૌચાલય હશે તો ઓછા થશે દુષ્કર્મ: જયરામ રમેશ

દિલ્હી ગેંગરેપ બાદ મહિલાઓની સુરક્ષાને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે રમેશે જણાવ્યું છે કે ગામડાઓમાં ઘર ઘરમાં જો શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થઇ જાય તો બળાત્કાર અને છેડછાડ જેવી ઘટનાઓને ટાળી શકાય.
ગ્રામીણ વિકાસ મંત્રીએ રાયપુરમાં શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે દેશમાં શૌચાલયની કમીના કારણે 60 ટકા મહિલાઓ ખુલામાં શૌચક્રીયા કરવા માટે મજબૂર છે, જે ખૂબ જ શરમજનક છે.
તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને શૌચાલય ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. જેના કારણે મહિલાઓમાં આત્મસન્માન, આત્મનિર્ભરતા અને સુરક્ષાનો ભાવ પેદા થશે.
જયરામ રમેશે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં લોકલાજના કારણે દુષ્કર્મની ઘટનાઓને દબાવી દેવામાં આવે છે. કેટલાક જ મામલાઓ સામે આવે છે. ઘરોમાં શૌચાલય હોવાથી મહિલાઓ બહારની અસુરક્ષાથી બચી શકશે. દુષ્કર્મની ઘણી ઘટનાઓ બહાર શૌચ કરવા જતી મહિલાઓ સાથે જ ઘટે છે.
ઉલ્લેખનીય છે કે રમેશે આ પહેલા પણ આવા નિવેદનો આપીને વિવાદ સર્જ્યો હતો. તેમણે પહેલા પણ જણાવ્યું હતું કે મંદિરો કરતા વધુ જરૂરી છે શૌચાલય. આની સાથે જ તેમણે યુવતીઓને એવું આહ્વાન કર્યું હતું કે તે એવા ઘરમાં જ લગ્ન કરે જ્યાં શૌચાલય હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
