જોધપુરની ગલીઓમાં આમિર-રણબીરની લટાર, વાંચો કઇ-કઇ બાબતો છે ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નિતા અંબાણીના 50માં જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહેવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તથા બૉલીવુડ અભિનેતા આમિર ખાન જોધપુર આવ્યા હતા. રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના ભરૂચમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

સરદારની પ્રતિમાનું શિલાન્યાસ
ગુજરાતના ભરૂચ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

શિવસેના પ્રમુખ જોધપુરમાં
નિતા અંબાણીના 50મા જન્મ દિવસની ઉજવણી નીમિત્તે જોધપુર પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર.

દિવાળીના તહેવારની તૈયારી
ઝારખંડના રાંચીમાં દિવાળીના તહેવાર પહેલા યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી મુસ્લિમ મહિલા.

ભાજપની બેઠક
નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, એમએમ જોશી, અરૂણ જેટલી હાજર રહ્યાં હતા.

આમિર ખાન જોધપુરમાં
નિતા અંબાણીના 50માં જન્મ દિવસની ઉજવણી નીમિત્તે અભિનેતા આમિર ખાન અને રણબીર કપૂર જોધપૂર પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નવી દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
અલ્હાબાદમાં મોતિલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ડિગ્રી એનાયત કરી હતી.

લોકોએ આપી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ
બિકાનેરમાં લોકોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની પૂણ્ય તીથિએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સરદારને શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીમાં સસંદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલી જન્મ જંયતિ નીમિત્તે વડાપ્રધાન મનમોહન સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ સરદારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
