વાંચો 30 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વચ્ચે નાગપુરમાં શ્રેણીની છઠ્ઠી મેચમાં ઓસ્ટ્રેલિયા દ્વારા ભારત સામે 351 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બિઝનેસ સંબંધિત સમાચાર અંગે વાત કરવામાં આવે તો નિતા અંબાણીના 50માં જન્મદિવસ નિમિત્તે કોકિલાબેન અંબાણી જોધપુર પહોંચ્યા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

સચિન સાથે વિજયી ઉજવણી
રોહતકમાં હરિયાણા સામેની રણજી મેચમાં મુંબઇનો વિજય થયા બાદ સચિન તેંડુલકર સાથે વિજયી ઉજવણી કરી રહેલી મુંબઇની ટીમ.

વેસ્ટ ઇન્ડિઝ સુકાનીની પ્રેસ કોન્ફરન્સ
કોલકતામાં ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પત્રકાર પરિષદ સંબોધી રહેલા વેસ્ટ ઇન્ડિઝના સુકાની ડારેન સામી અને ચીફ કોચ.

બસ સ્ટેન્ડ પર સુરક્ષાની ચકાસણી
ઇમ્ફાલમાં જે બસ સ્ટેન્ડ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો ત્યા ચકાસણી કરી રહેલા સુરક્ષાકર્મીઓ.

ખબરાદર રેલી
પટણામાં બિહાર સરકાર વિરુદ્ધ સીપીઆઇ-એમએલ દ્વારા ખબરદાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છઠ્ઠી મેચ રમાઇ. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ભારતને 351 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મેચમાં ફિંચની વિકેટ લીધા બાદ સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી રહેલો ભારતીય બોલર આર અશ્વિન.

બસમાં ભયાનક આગ
આંધ્ર પ્રદેશના મહાબુબનગર નજીક એક ખાનગી બસમાં આગ લાગી હતી. જેના ઓલવવાનો પ્રયાસ કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો.

ચિદમ્બરમ સાથે ડેન્ની એલેક્ઝાન્ડર
નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ સાથે યુકેના ચીફ સેક્રેટરી ઓફ ટ્રેઝરી ડેન્ની એલેક્ઝાન્ડરે મુલાકાત કરી હતી.

મહિલા અધિકાર માટે રેલી
કોલકતામાં મહિલા અધિકાર સહિતના મહિલાઓ સંબંધિત મુદ્દાઓને લઇને મુસ્લિમ મહિલાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.

સાંસ્કૃતિક પ્રોગ્રામ
જયપુરમાં જવાહર કલા કેન્દ્રમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પરફોર્મ કરી રહેલા કલાકારો.

જોધપુરમાં કોકિલાબેન અંબાણી
નિતા અંબાણીના 50માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પરિવાર સાથે જોધપુર પહોંચેલા કોકિલાબેન અંબાણી.

પૂરગ્રસ્તોની મુલાકાતે સીએમ
આંધ્ર પ્રદેશના શ્રિકાકુલમ જિલ્લાના બાજુમારુ ગામના પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડી.

ભારત-પોલેન્ડ વચ્ચે કરાર
નવી દિલ્હીમા ભારત અને પોલેન્ડ વચ્ચે કરાર પર સાઇન કરવામાં આવ્યા હતા, એ સમયે ભારતના સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્મા અને પોલેન્ડના ઇકોનોમી મંત્રી અને ઉપપ્રધાનમંત્રી જેનુઝ પિએચોસિન્કી હાજર રહ્યાં હતા.

ગુવાહાટી વિસ્ફોટમાં ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ
ગુવાહાટીમાં 30 ઓક્ટોબર 2008ના રોજ થયેલા વિસ્ફોટનો ભોગ બનનારાઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

ત્રીજા મોરચાની બેઠક
નવી દિલ્હીમાં ત્રીજા મોરચાની બેઠક મળી હતી. જેમાં સીપીએમના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત, સીપીઆઇ નેતા એબી વર્ધાન હાજર રહ્યાં હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
