પશ્ચિમ બંગાળમાં TMC કાર્યકર્તાએ મહિલાને જાહેરમાં માર માર્યો, પાર્ટીએ આ રીતે કર્યુ રિએક્ટ
West Bengal: પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી રવિવારે એક વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષ ભાજપ અને સીપીએમના નિશાના પર આવી હતી. વીડિયોમાં, TMC કાર્યકર્તાને કથિત લગ્નેત્તર સંબંધને લઈને સાલિશી સભા (કાંગારૂ કોર્ટ)માં એક મહિલા અને એક પુરુષને જાહેરમાં કોરડા મારતા જોઈ શકાય છે.
વિપક્ષે આ ઘટનાને તાલિબાની ન્યાય સાથે જોડીને ટીએમસી પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. આ ઘટના ઉત્તર દિનાજપુર જિલ્લાના ચોપરા બ્લોકના લખીપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં 28 જૂને બની હતી. આ ઘટનાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો ગુસ્સે થયા હતા.

વીડિયોમાં, લોકો દ્વારા ઘેરાયેલા ટોળામાં એક પુરુષ અને એક મહિલાને નિર્દયતાથી મારતા દેખાતા વ્યક્તિની ઓળખ તાજીમુલ ઈસ્લામ તરીકે થઈ છે. ઇસ્લામ TMC કાર્યકર છે જે વિસ્તારમાં JCB તરીકે ઓળખાય છે.
ચોપરાનો જાહેરમાં મહિલા પર હુમલો કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ટીએમસી નેતા શાંતનુ સેને આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમણે સરકાર કે ટીએમસી સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કરતા આરોપીઓની ધરપકડની જાણકારી આપી.
શાંતનુ સેને કહ્યું, "તૃણમૂલ પાર્ટી અને સરકાર ચોપરામાં બનેલી આવી ઘટનાઓને સમર્થન આપતી નથી. પોલીસે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતોને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. ટીએમસી આવી પ્રવૃત્તિઓનો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે."
ટીએમસીના નેતા સાંતનુ સેને વધુમાં કહ્યું, "આ નિંદનીય છે. સ્થાનિક ટીએમસી નેતાઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે. પોલીસે કેસ નોંધ્યો છે. જ્યારે ભાજપ કંગારુ કોર્ટ વગેરેની વાત કરે છે ત્યારે અમને આશ્ચર્ય થાય છે. અમે યુપી અને બિહારમાં કંગારૂ કોર્ટના નામે અત્યંત ક્રૂરતાની ઘણી ઘટનાઓ જોઈ છે. પોલીસને તેમનું કામ કરવા દો."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
