TMC નેતા સાકેત ગોખલેની ધરપકડ, PM મોદીને બદનામ કરવાનો આરોપ
તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારના રોજ રાજસ્થાન જયપુર એરપોર્ટથી સાકેત ગોખલેની ધરપકડ કરાઇ છે.
તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારના રોજ રાજસ્થાન જયપુર એરપોર્ટથી સાકેત ગોખલેની ધરપકડ કરાઇ છે.

ભારતીય જનતા પાર્ટી પર રાજકીય પ્રતિશોધનો આરોપ લગાવતા તૃણમુલ કોંગ્રેસના દાવા કરવામાં આવ્યો છે કે, તેમના પ્રવક્તા સાકેત ગોખલેને ગુજરાત પોલીસ દ્વારા મોરબી પુલ પડવાની ઘટના અંગે ટ્વીટ કરવાના મામલે ધડપકડ કરવામાં આવી છે.
જોકે, TMC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, આ ટ્વીટ ક્યું હતું. મીડિયા રિપોર્ટના જણાવ્યું હતું કે, સાકેત ગોખલે પર મોરબી પુલ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને બદનામ કરવાનો પ્રયત્નો કરવાનો આરોપ લગાવ્યો છે.
TMC પાર્ટીએ ટ્વીટનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ PIB ફેક્ટ ચેક દ્વારા આ ટ્વીટની હકીકત તપાસી હતી. આ ટ્વીટમાં ગોખલેનું ટ્વીટ બતાવવામાં આવ્યું હતું, જેમાં તેનો ઉપયોગ ન્યૂઝ પેપરના સ્ક્રીનશોટ તરીકે કરવામાં આવ્યો હતો.
ગોખલેએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો હતો કે, PM મોદીએ મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ જ ટ્વીટની હકીકત તપાસતી વખતે PIBએ લખ્યું હતું કે, RTI દ્વારા જાણવા મળ્યું છે કે, PMની મોરબીની મુલાકાત પર રૂપિયા 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો નથી.
Quoting an RTI, It is being claimed in a tweet that PM’s visit to Morbi cost ₹30 cr.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 1, 2022
▪️ This claim is #Fake.
▪️ No such RTI response has been given. pic.twitter.com/CEVgvWgGTv
TMC ના નેતા ડેરેક ઓ બ્રાયને માહિતી આપી છે કે, સાકેત ગોખલે સોમવારની રાત્રે 9 કલાકે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યા હતા. સાકેત ગોખલે જયપુર એરપોર્ટ પર ઉતર્યા કે, તરત જ ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પછી રાત્રે 2 કલાકે, પોલીસે તેને તેની માતાને ફોન કરીને તેની ધરપકડ વિશે જાણ કરવા જણાવ્યું હતું. સાકેત ગોખલેએ પણ તે સમયે જણાવ્યું હતું કે, તેને જયપુરથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
