Tirupati Laddu : ઘી સપ્લાય કરનારી ડેરીને FSSAI એ નોટીસ મોકલી, મંદિરનું શુદ્ધિકરણ કરાયુ
Tirupati Laddu Row : તિરૂપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ચરબી હોવાના અહેવાલો બાદ મંદિરનું શુદ્ધિકરણ કરાયું છે. બીજી તરફ FSSAI એ સપ્લાય કરનારી કંપનીને નોટીસ મોકલી છે.
વિવાદ સામે આવ્યા બાદ તપાસની માગણી કરતા પીઆઈએલ દાખલ થઈ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI એ સપ્લાય કરતી AR Dairy Food Private Limited ને નોટીસ જારી કરી છે.

એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ તમિલનાડુની કંપની છે અને તેના પર તિરુપતિ દેવસ્થાનમને ભેળસેળ વાળુ ઘી સપ્લાય કરવાનો આરોપ છે. આ ડેરી દ્વારા સપ્લાય કરવામાં આવતા ઘીમાં પ્રાણીઓની ચરબી હોવાની ફરિયાદો ઉઠી છે.
જણાવી દઈએ કે, FSSAI એ લાડુ બનાવતી વસ્તુઓની સંપૂર્ણ તપાસની વિનંતી બાદ આ હસ્તક્ષેપ કરાયો છે. FSSAIની કાર્યવાહી આંધ્ર પ્રદેશના મંગલગિરીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનના ડિરેક્ટરના રિપોર્ટના આધારે કરાઈ છે.
આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ડેરી છેલ્લા ચાર વર્ષથી TTDને ઘી સપ્લાય કરતી હતી. જે કથિત રીતે ફેટી ઘી સપ્લાય કરીને પવિત્ર પ્રસાદની પવિત્રતા સાથે ચેડા કરી રહ્યા હતા.
જણાવી દઈએ કે આ ખુલાસા બાદ તિરુપતિ મંદિરના પ્રસાદ માટે ઘી સપ્લાય કરતી કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ છે અને ઘી સપ્લાય કરવાનું કામ કર્ણાટકની નંદિની ડેરીને સોંપવામાં આવ્યું છે.
ખુલાસા બાદ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના તિરુપતિ મંદિરમાં ચાર કલાકની શુદ્ધિકરણ વિધિ હાથ ધરવામાં આવી હતી. આ વિધિ પ્રસાદમાં અયોગ્ય ઘટકોના ઉપયોગથી થતી કથિત અશુદ્ધિને સુધારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
