Karnataka election : કોંગ્રેસની 5 ગેરંટી સામે બીજેપીના ત્રણ વાયદા, જાણો કોના દાવામાં કેટલો દમ?
કર્ણાટકમાં બીજેપી સત્તા બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજેપીએ હાલમાં જ તેના મેનિફેસ્ટોમાં કેટલાક મોટા વાયદા કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે 5 ગેરંટી આપીની બીજેપીનો ખેલ બગાડવાની પુરી યોજના બનાવી લીધી છે.

બીજેપી ચૂંટણી જીતી સત્તામાં પાછી ફરવા માંગે છે. હવે પાર્ટીએ મતદાનના 9 દિવસ પહેલા ચૂંટણી ઢંઢેરો જારી કર્યો છે. અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ધ પીપલ્સ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. આમાં બીજેપીએ 16 મોટા ચૂંટણી વચનો આપ્યા છે.
આ પહેલા કોંગ્રેસે તેના પાંચ મોટા ચૂંટણી વચનો પાંચ ગેરંટીના રૂપમાં જાહેર કર્યા છે. હવે આપણે એ જાણીએ કે કોંગ્રેસની 5 ગેરંટીના જવાબમાં બીજેપીએ આપેલા ટોચના ત્રણ ચૂંટણી વચનો શું છે?
બીજેપીના વાયદા
- વંચિત અને ગરીબ પરિવારોને 5 લિટર નંદિની દૂધ આપવામાં આવશે.
- ગરીબ પરિવારોને એક વર્ષમાં ત્રણ મફત રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
- કર્ણાટકના દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવામાં આવશે.
- ઓનેક ઓબાવા સામાજિક ન્યાય ભંડોળ યોજના હેઠળ દલિત આદિવાસી મહિલાઓને 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે.
- મહિલાઓની સુરક્ષા માટે બેંગ્લોરના તમામ રસ્તાઓ પર AI ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર સાથે CCTV સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.
કોંગ્રેસની ગેરંટીઓ
- તમામ ઘરોને 200 યુનિટ મફત વીજળી
- અન્ના ભાગ્ય યોજના હેઠળ BPL પરિવારના દરેક સભ્યને 10 કિલો ચોખા મફત
- ગૃહ લક્ષ્મી યોજના હેઠળ દરેક પરિવારની મહિલા વડાને 2000 માસિક સહાય આપવામાં આવશે.
- સ્નાતક યુવાનો માટે દર મહિને 3000 અને ડિપ્લોમા ધારકો માટે 1,500 રૂપિયા, 18-25 વર્ષની વય મર્યાદામાં આ સહાય બે વર્ષ માટે આપવામાં આવશે.
- તમામ મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં મફત મુસાફરી કરી શકશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
