નેવીના 3 અધિકારીઓની ધરપકડ, સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ!
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે કથિત રીતે સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ ભારતીય નેવીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી છે.
નવી દિલ્હી, 26 ઓક્ટોબર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે કથિત રીતે સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ ભારતીય નેવીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી છે. નેવીના અધિકારીઓ પર સબમરીન આધુનિકીકરણ પ્રોજેક્ટ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નોકરી પર તૈનાત કમાન્ડર-રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. બાકીના બે આરોપી અધિકારીઓ નિવૃત્ત થઈ ચુક્યા છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સીબીઆઈની તપાસમાં એ વાત સામે આવી છે કે, સેવા આપતા નૌસેના અધિકારી અન્ય બે નિવૃત્ત અધિકારીઓને માહિતી લીક કરી રહ્યા હતા. ગુપ્તચર એજન્સીઓ ત્રણેય અધિકારીઓ પર લાંબા સમયથી નજર રાખી રહી હતી. સીબીઆઈએ તેની ગતિવિધિઓ પર નજર રાખી ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્યકારી અધિકારી મુંબઈમાં તૈનાત હતા અને ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, સબમરીન સંબંધિત માહિતી દિલ્હીમાં લીક થઈ હતી.
આ દરમિયાન ભારતીય નૌસેનાએ પણ વાઈસ એડમિરલ હેઠળ આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે, જેથી એ સામે આવી શકે કે માહિતી લીક થઈ છે તેને રોકવા માટે શું પગલાં લઈ શકાય. જણાવી દઈએ કે રશિયન મૂળની સબમરીનને ભારત અને વિદેશમાં રિપેર અને અપગ્રેડ કરવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળ દેશની સુરક્ષાનો મુખ્ય આધાર રહ્યો છે. તાજેતરના સમયમાં સંરક્ષણ કર્મચારીઓને લગતી સંવેદનશીલ માહિતી લીક થવાના અનેક મામલા સામે આવ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલ નેવી ઓફિસર માહિતી લીક કરવાના અન્ય કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં સૌથી સિનિયર હોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
