420 કરનારાઓ 400 પાર ની વાત કરી રહ્યા છે, પ્રકાશ રાજના બીજેપી પર આકરા પ્રહાર
લોકસભા ચૂંટણી માટે વિવિધ પાર્ટીઓ સામસામે આવી ગઈ છે. આરોપો-પ્રત્યરોપો ચાલી રહ્યા છે ત્યારે ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે પણ ઝંપલાવ્યુ છે.
આ ચૂંટણીમાં બીજેપીએ 400 પાર સીટોની વાત કરી છે. ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે નામ લીધા વગર આ અંગે ઝાટકણી કાઢી છે.

પ્રકાશ રાજે કહ્યું કે, જેમણે 420 છેતરપિંડી કરી છે તેઓ લોકસભા ચૂંટણીમાં 400 સીટો જીતવાની વાત કરી રહ્યા છે. કર્ણાટકના ચિક્કામગલુર પ્રેસ ક્લબમાં બોલતા પ્રકાશ રાજે કહ્યું કે જેમણે 420 કર્યું છે તે જ 400 સીટો લાવવાની વાત કરે છે.
તેમણે કહ્યું કે, કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી, આ તમારો અહંકાર દર્શાવે છે. NDA 400થી વધુ બેઠકો સાથે સત્તામાં પરત ફરશે એવા પીએમ મોદીના દાવા પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે લોકશાહીમાં કોઈ એક પક્ષ 400 કે તેથી વધુ બેઠકો જીતી શકે તેવી કોઈ શક્યતા નથી.
પ્રકાશ રાજે કહ્યું કે, તમે ત્યારે જ સીટ જીતી શકશો જ્યારે જનતા તમને સીટ આપશે. કોઈપણ રાજકીય પક્ષ દાવો કરી શકે નહીં કે તેઓ આટલી બેઠકો જીતી શકે છે.
જો કોઈ આવું કહે તો તે ઘમંડ ગણાશે. જણાવી દઈએ કે પીએમ મોદીએ 5 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે એનડીએ 400થી વધુ સીટો સાથે સત્તામાં વાપસી કરશે.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે અમારો ત્રીજો કાર્યકાળ વધુ દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે 400ને પાર કરી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
