અરવિંદ કેજરીવાલની આ વાતોથી કદાચ તમે હશો અજાણ
નવી દિલ્હી, 24 ડિસેમ્બરઃ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હવે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. આમ જનતાના ફાયર બ્રાન્ડના રૂપમાં જાણીતા બનેલા કેજરીવાલ અંગે તમે ઘણું બદુ જાણતા હશો, પરંતુ કેટલીક એવી બાબતો છે, જેનાથી બની શકે કે તમે અજાણ હોવ. અમે તમારા માટે કેજરીવાલના જીવન સાથે જોડાયેલી આ વાતોને લઇને આવ્યા છીએ.

- પિતાનું નામ ગોબિંદ રામ કેજરીવાલ છે અને માતાનું નામ ગીતા દેવી છે.
- કેજરીવાલના પત્નીનું નામ સુનીતા, આઇઆરએસ અધિકારી છે, જે મસૂરીમાં સિવિલ સર્વિસેસની ટ્રેનિંગ દરમિયાન તેમના બેચમેટ પણ હતા. બન્નેએ સાથે જ આઇઆરએસ જોઇન કર્યું હતું.
- કેજરીવાલ શુદ્ધ શાકાહારી છે અને અનેક વર્ષોથી વિપાસનામાં માને છે.
- 1985માં આઇઆઇટી ખડગપુરમાં મેકેનિકલ એન્જીનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ લીધો.
- 1989માં ટાટા સ્ટીલ, જમશેદપુરમાં જોઇન કર્યું, ત્યાંથી રજા લઇને સિવિલ સર્વિસના ઇન્ટરેન્સની તૈયારી કરી.
- પહેલીવારમાં જ સિવિલ સર્વિસિઝની ઇન્ટરેન્સ પાસ કરી 1995માં ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ જોઇન કરી. આ દરમિયાન કેજરીવાલ મધર ટેરેસાને મળ્યા અને તેમની સાથે કામ કર્યું.
- 1999-2000ની વચ્ચે તેમણે પરિવર્તન મૂવમેન્ટની શરૂઆત કરી. આ અભિયાન તેમણે ઇન્કમ ટેક્સ, વિજળી અને રાશનથી સંબંધિત વાતો પ્રતિ જનતાને જાગરુક કરવા માટે ચલાવ્યું.
- 2003માં તેમણે ફરી આઇઆરએસ જોઇન કર્યું અને 18 મહીના ત્યાં કામ કર્યું. સાથે તેમનું સામાજિક કાર્ય ચાલતું રહ્યું.
- 2006માં આરટીઆઇ એક્ટ માટે રમન મૈગસેસેય એવોર્ડથી નવાજવામાં આવ્યા. તેમણે આઇઆરએસની નોકરી છોડી દીધી અને મેગસેસેય એવોર્ડથી પ્રાપ્ત ધનને એનજીઓ પબ્લિક કોર્સ રિસર્ચ ફાઉન્ડેશનને દાન કરી દીધું.
- 2011માં અણ્ણા હઝારેના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે મળીને જન લોકપાલ બિલ માટે જંગ શરૂ કરી.
- 2012માં આમ આદમી પાર્ટીની સ્થાપના કરી.
અન્ય કેટલીક ખાસવાતો
- કેજરીવાલ પાસે કાર છે, પરંતુ પાર્ટીના કાર્યો માટે જ્યારે પણ દિલ્હીના કોઇ ખુણામા જવાનું હોય છે તે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે.
- કેજરીવાલને દરેક કામમાં પરફેક્શન પંસદ છે. તે એક કામમાં લાગી જાય છે, તો તેને પૂર્ણ કરીને જ દમ લે છે. એ માટે પછી દિવસ રાત એક કેમ ના કરવી પડે.
- કેજરીવાલ પાર્ટીમાં મિસ્ટર કૂલના નામથી જાણીતા છે. તેમને ગુસ્સો ઓછો આવે છે. તે કહે છે કે તેમની સાથે કામ કરતા લોકોએ દરેક વ્યક્તિની ઇજ્જત કરવી પડશે.
- પુત્ર પુલકિતને પણ પિતા પર ઘણો વિશ્વાસ છે. કહે છે કે પિતામા ઘણો દમ છે. પુત્રી હર્ષિતાને પણ પોતાના પિતા પર ગર્વ છે. બન્નેના શિક્ષક અને સીનિયર્સ આમ આદમીના ફોલોઅર્સ છે.
- પત્ની સુનીતા પોતાના વિતેલા દિવસોને યાદ કરતા કહે છે કે, જ્યારે કેજરીવાલના માતાએ તેમને પૂછ્યુ હતુ કે તેમને અરવિંદ કેમ પસંદ છે તો સુનીતાએ જવાબ આપ્યો હતો કે મને તેમનું વ્યક્તિત્વ ઘણું પસંદ છે. મને તેમનું કામ બાકીઓની તુલનામાં ઘણું સારું લાગે છે. સુનીતા કહે છે કે આવા જ ગુણ તે પોતાના બાળકોમાં જોવા માગે છે.
- કેજરીવાલના મિત્રોનો પ્રેમ જેટલો વધારે છે, તેના કરતા તેમનું નેટવર્ક વધારે છે. કેજરીવાલ જણાવે છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇમાં તેમના અનેક મિત્રોએ તેમને આર્થિક મદદ કરી છે. એક મિત્રએ તેમને દર મહિને 25 હજાર રૂપિયા મોકલ્યા, જેથી તેઓ તેમની આ જંગ ચાલું રાખી શકે. ઘરનો ખર્ચ સુનીતા ચલાવે છે. જે આવક વિભાગમાં એડિશનલ કમિશનર છે.
- અરવિંદ કેજરીવાલ જણાવે છે કે, તેઓ આઇપીએસ અધિકારી બનાવવા માગતા હતા, તેથી તેમણે જમશેદપુર ટાટા સ્ટીલની જોબ છોડી દીધી અને સિવિલ સર્વિસિઝની તૈયારી કરવા દિલ્હી આવ્યા.
- કેજરીવાલ ડાયાબિટિશના દર્દી છે, તેમ છતાં તેમણે લોકપાલ બિલ માટે અનશન કર્યા. અનશન કરવા તેમના જીવન માટે જોખમી સાબીત થઇ શકતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
