એવું વૃક્ષ જેની નીચે બેસતાં જ જીત જશો ચૂંટણી

ગડગ જિલ્લાના મુન્ડાર્ગી તાલુકાના હેમારેડ્ડી નજીક સ્થિત આ આંબલીના વૃક્ષ અંગે માન્યતા છેકે, તેની નીચે બેસીને ગ્રામસભાને સંબોધિત કરનાર ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડતો નથી. આ માન્યતાના કારણે ગ્રામ પંચાયતથી લઇને વિધાનસભા સુધીની દરેક ચૂંટણીમાં ઉતરનાર દરેક ઉમેદવાર આ વૃક્ષ પાસે જરૂર આવે છે.
એમએલએ કાટ્ટેના નામથી પ્રસિદ્ધ આ વૃક્ષની ચારેકોર પથ્થરોનું આસન બનેલું છે. આ માન્યતા ત્યારથી શરૂ થઇ જ્યારે કાલકેરી ગામના એસએસ પાટિલે જનતા દળની ટિકિટથી 1994માં વિધાનસભા ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી.
પાટિલ ચૂંટણી પ્રચાર દરમિયાન આ વૃક્ષ નીચે બેસીને ગ્રામીણોની સમસ્યાઓ સાંભળ્યા કરતા હતા અને આ જ મંચ પરથી સાર્વજનિક સભાઓને પણ સંબોધિત કરતા હતા. પાટિલે માત્ર ચૂંટણી નહોતી જીતી પરંતુ ત્રણ ચૂંટણીઓ સુધી પોતાની સફળતા કાયમ રાખી હતી.
ત્યાર બાદ આ વૃક્ષ નીટે બેસીને ગ્રામીણોને સંબોધિત કરનારા વાઇ એન ગૌડા, વીરપક્ષ ગૌડા, રવીનદ્ર ઉપ્પિનબેતાગિરિ અને અન્ય નેતાઓએ સ્થાનિક ચૂંટણીમાં જીત નોંધાવી હતી. ત્યારથી ઉમેદવાદ ગ્રામીણોને સંબોધિત કરવા માટે આ વૃક્ષના મંચનો ઉપયોગ કરે છે.
શિરહટ્ટીથી કોંગ્રેસના ઉમેદવાર રામકૃષ્ણ ડોડ્ડામણીએ કહ્યું કે હું ટીએમસી ચૂંટણી પહેલા આ વૃક્ષ પાસે આવ્યો હતો અને મને વિજય મળ્યો હતો. હવે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અહીં એ આશા સાથે અવારનવાર આવું છું કે વૃક્ષ મને આશિર્વાદ આપશે અને હું જીત મેળવીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
