72 વર્ષ પહેલા આંદોલનમાં વિખૂટા પડેલા પતિ પત્ની હવે મળ્યા, જાણો સમગ્ર ઘટના
આજે અમે તમને જે યુગલનો કિસ્સો બતાવવા જઈ રહ્યા છે તેને જાણીને તમે ભાવુક થયા વિના નહિ રહી શકો.
કોઈ પ્રેમી યુગલ કે પતિ પત્ની વિખૂટા પડી જાય અને વર્ષો બાદ પાછા મળવાના કો સમાચાર સામે આવે તો.. આજે અમે તમને જે યુગલનો કિસ્સો બતાવવા જઈ રહ્યા છે તેને જાણીને તમે ભાવુક થયા વિના નહિ રહી શકો. દાયકા બાદ મળેલા આ પતિ પત્ની પાસે એકબીજાને કહેવા માટે શબ્દો નહોતા. આંખોમાંથી બસ આંસુઓની ધારા વહેતી રહી.

શું થયુ જ્યારે 72 વર્ષ બાદ મળ્યા શારદા અને નારાયણ ?
આ કહાની નારાયણ નંબિયાર (93) અને તેમની પત્ની સારદા (89) ની છે જે પૂરા 72 વર્ષ બાદ પાછા મળ્યા. બંને પાસે વાત કરવા માટે શબ્દો નહોતા. જાણે કે બંનેની ભીની આંખો બધુ કહી રહી હતી. પછી અચાનક સારદાએ કહ્યુ - મને કોઈનાથી નારાજગી નથી. નારાયણે કહ્યુ - પછી કેમ કંઈ કહેતી નથી, ચૂપ કેમ છે? આના પર ભીની આંખો સાથે સારદા માથુ ઝૂકાવીને બેસી રહ્યા.

બાળપણમાં થઈ ગયા હતા સારદા અને નારાયણના લગ્ન
નારાયણ નંબિયાર જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન 13 વર્ષની સારદા સાથે થયા હતા. નારાયણ અને તેમના પિતા થલિયાન રમન નંબિયાર 1946ના કાવુમબાઈ ગામમાં એક ખેડૂત આંદોલનનો હિસ્સો હતો. લગ્નના 10 મહિનાની અંદર આ આંદોલનના કારણે બંનેને અંડરગ્રાઉન્ડ થવુ પડ્યુ. છેવટે બે મહિના બાદ બંનેને 8 વર્ષની સજા થઈ. સારદા પોતાના પિયર જતા રહ્યા અને નારાયણના ઘરને બાળી નાખવામાં આવ્યુ. 1950માં નારાયણના પિતાની જેલમાં કોઈએ ગોળી મારીને હત્યા કરી દીધા.

આ રીતે દાયકા બાદ મળ્યા સારદા અને નારાયણ
અમુક વર્ષો વીત્યા તો સારદાના ઘરવાળાએ તેમના બીજા લગ્ન કરાવી દીધા. આ તરફ નારાયણે પણ જેલમાંથી બહાર નીકળીને બીજા લગ્ન કરી લીધા. હવે જ્યારે અચાનક સારદાના પુત્ર ભાર્ગવનની મુલાકાત નારાયણના કોઈ સંબંધી સાથે થઈ અને બંનેના પરિવારની કહાની એક જેવી નીકળી તો ભાર્ગવને આ જોડાને ફરીથી મેળવવાનો નિર્ણય કર્યો. નારાયણની બીજી પત્ની અને સારદાના બીજા પતિ બંને મૃત્યુ પામ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
