કોઈ મારું સન્માન નથી કરતા, મર્યા પછી કરશેઃ મુલાયમ સિંહ
મુલાયમ સિંહ યાદવે કહ્યું કે આજે મારું કોઈ સન્માન નથી કરતું, પરંતુ કદાચ મર્યા બાદ તેઓ મારું સમ્માન કરશે.
એક ખાનગી કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવનું દુઃખ છલકાઈ આવ્યું. મુલાયમ સિંહ યાદવે કહ્યું કે આજે મારું કોઈ સન્માન નથી કરતું, પરંતુ કદાચ મર્યા બાદ તેઓ મારું સન્માન કરશે. મુલાયમ સિંહે આ વાત રાજધાની લખનઉના કેસરબાગ સ્થિત ગાંધી ઑડિટોરિયમમાં કહી હતી. આ કાર્યક્રમમાં મુલાયમ સિંહ યાદવે ભગવતીની સાથે અમુક ઘટનાઓને શેર કરતા કહ્યું, "લાગે છે કે મર્યા પછી લોકો મારું સન્માન કરશે. અગાઉ રામ મનોહર લોહિયા સાથે પણ આવું જ થયું હતું."

શેર કરી આ વાત
મુલાયમ સિંહ યાદવે જણાવ્યું કે લોહિયા પણ આ પ્રકારે કહ્યા કરતા હતા કે એમનું કંઈ જ માન નથી, કહ્યું કે તેઓ જૂના સમાજવાદી સાથી રહ્યા અને પાર્ટીને બનાવવામાં એમનું મોટું યોગદાન રહ્યું હતું. સંઘર્ષના સમયે ભોજન પણ નહોતું મળતું, એવા સમયે તેઓ ચણા ખાઈને પેટ ભરતા હતા. એમની સાથે કેટલાય દશકોનો સાથ છે.

સંઘર્ષના દિવસોમાં સાથે ઉભા રહ્યા
પૂર્વ સપા અધ્યક્ષે કહ્યું કે, ડૉ. લોહિયા, ચન્દ્રશેખર અને રાજાનારાયણ જેવા શખ્સો સાથે બેસીને ભગવતી સિંહે રાજનીતિ સીખી. પાર્ટીને મજબૂત બનાવવામાં ભગવતીએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. એટલું જ નહીં, સંઘર્ષના દિવસોમાં પણ હંમેશા સાથે ઉભા રહ્યા. સાથે જ તેમણે કહ્યું કે ભગવતીનો કોઈ જોડ નથી.

મુલાયમ સિંહે માગી હતી માફી
જૂના દિવસોને યાદ કરતાં મુલાયમ સિંહે કહ્યું કે અમારા લોકો નથી ઈચ્છતા કે ભાજપના નેતાઓ સમાજવાદી પાર્ટીમાં સામેલ થાય. આ વાતનો ઈશારો કલ્યાણ સિંહ તરફ હતો. એમણે કહ્યું કે તેમ છતાં અમે તેમને પાર્ટી જોઈન કરાવી અને તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા ત્યારે પાર્ટીના લોકોની મેં ખુદ માફી માંગી. જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવ અગાઉ પણ આવા પ્રકારની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
