Assembly Elections Result : વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓના આ વાયદાઓની પરિક્ષા થશે, જાણો લોકસભા પર કેટલી અસર કરશે
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઈ છે અને રવિવારે મત ગણતરી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં દેશની બે મુખ્ય પાર્ટી બીજેપી-કોંગ્રેસના વાયદાઓની અગ્ની પરિક્ષા થવા જઈ રહી છે.
દેશના 4 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં આ બન્ને પાર્ટી મુકાબલામાં હતી ત્યારે કયા રાજ્યમાં કઇ સરકાર કમાન સંભાળશે તે મહત્વનું રહેશે. આ ચૂંટણી રાજકીય પક્ષોના ભાવિનો નિર્ણય થશે.

એક્ઝિટ પોલના પરિણામો આવી ચૂક્યા છે અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ આગળ છે તો કોંગ્રેસને તેલંગાણા અને છત્તીસગઢમાં ફાયદો થઈ રહ્યો છે. આ સ્થિતીમાં રવિવારે સાફ થઈ જશે.
છત્તીસગઢ : છત્તીસગઢવાદ, ધર્મ પરિવર્તન, પ્રતિબંધ, ભ્રષ્ટાચાર
તેલંગાણા : ભ્રષ્ટાચાર, સબસિડી કમ લોન યોજના, સરકારી યોજનાઓના લાભો, મિશન કાકટિયા અને મિશન ભગીરથ
મધ્યપ્રદેશ : અપરાધ, મોદીનો ચહેરો, પ્રોજેક્ટ ચિત્તા, બેરોજગારી
રાજસ્થાન : સત્તા વિરોધી લહેર, સાંપ્રદાયિક તણાવ, પેપર લીક, કૃષિ લોન માફી, પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ
4 રાજ્યોમાં પાર્ટી અને તેના ચૂંટણી વાયદા
છત્તીસગઢના ચૂંટણી વાયદાઓ
બીજેપી
ડાંગરની ખરીદી માટે 20 ક્વિન્ટલ/એકરનું વચન.
ડાંગરના ભાવ 3200 પ્રતિ ક્વિન્ટલ આપવાનું વચન
18 લાખ પરિવારોને આવાસ
તેંદુના પાંદડા પર સ્ટાન્ડર્ડ બેગ દીઠ 5500
તેંદુપત્તા પર દર વર્ષે 4500 રૂપિયા બોનસ
ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી
કોંગ્રેસ
ડાંગરની ખરીદી માટે 21 ક્વિન્ટલ/એકર
ડાંગરના ભાવ 3200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
17.50 લાખ પરિવારોને આવાસ
તેંદુના પાંદડા પર સ્ટાન્ડર્ડ બેગ દીઠ 6000
ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી
તેલંગાણાના ચૂંટણી વાયદાઓ
બીજેપી
ધર્મ આધારિત અનામત દૂર કરવાનું વચન
કેસીઆર સરકાર સામે તપાસનું વચન
પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરશે, 4 સિલિન્ડર ફ્રીમાં આપશે
ડાંગર પર 3,100 રૂપિયા આપવાનું વચન
વિદ્યાર્થીનીઓ માટે મફત લેપટોપ
17મી સપ્ટેમ્બરે હૈદરાબાદ મુક્તિ દિવસ
કોંગ્રેસ
જાતિગત વસ્તી ગણતરી
લઘુમતી કલ્યાણ માટેના બજેટમાં વાર્ષિક 4,000 કરોડનો વધારો
બેરોજગાર લઘુમતી યુવાનો અને મહિલાઓને દર વર્ષે 1000 કરોડની લોન
એમ.ફીલ અને પીએચડી પ્રોગ્રામ પૂર્ણ કરવા પર 5 લાખની નાણાકીય સહાય
તમામ ધર્મના પૂજારીઓ માટે 10,000 થી 12,000 રૂપિયાનું માસિક માનદ વેતન
ઉર્દૂ શિક્ષકો માટે ખાસ ભરતી
લઘુમતી સમુદાયોને મકાનો માટે 5 લાખ
બીઆરએસ
રાયથુ બીમાની તર્જ પર LIC દ્વારા 5 લાખનો જીવન વીમો
સામાજિક સુરક્ષા પેન્શનને પાંચ વર્ષમાં ધીમે ધીમે વધારીને 5,000 પ્રતિ માસ કરવામાં આવશે
પાંચ વર્ષમાં દિવ્યાંગ માટે પેન્શન ધીમે ધીમે વધારીને 6,016 કરવામાં આવશે.
ખેડૂતો માટે રાયથુ બંધુ યોજનાની સહાય 10,000 થી વધારીને 12,000 પ્રતિ એકર કરાશે
રાયથુ બંધુ સહાયને આગામી પાંચ વર્ષમાં ક્રમશઃ વધારીને મહત્તમ 16,000 પ્રતિ એકર કરવામાં આવશે.
આરોગ્ય શ્રી આરોગ્ય યોજના હેઠળ તમામ પાત્ર લાભાર્થીઓને 15 લાખનો આરોગ્ય વીમો
મુસ્લિમ સમુદાય માટે હૈદરાબાદ નજીક પહારી શરીફમાં આઈટી પાર્ક
મધ્યપ્રદેશના ચૂંટણી વાયદાઓ
ભાજપ
ઉજ્જવલા અને લાડલી બહેનોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર
15 લાખ ગ્રામીણ મહિલાઓને રોજગાર અથવા સ્વ-રોજગારની તકો અને કૌશલ્ય પ્રશિક્ષણ
લાડલી લક્ષ્મીને જન્મથી લઈને 21 વર્ષની ઉંમર સુધી કુલ 2 લાખ રૂપિયા
ઘઉં 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ડાંગર 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે
કિસાન સન્માન નિધિ અને કિસાન કલ્યાણ યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયાની નાણાકીય સહાય
એક્સપ્રેસ વે નજીક ઔદ્યોગિક કોરિડોરના નિર્માણથી 4.5 લાખથી વધુ યુવાનોને રોજગાર
ગરીબ પરિવારના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી મફત શિક્ષણ
20,000 કરોડના રોકાણ સાથે આરોગ્ય પ્રણાલી
નર્મદા, તાપ્તી અને ક્ષિપ્રા જેવી પવિત્ર નદીઓના ઘાટનું નવીનીકરણ અને સુંદરીકરણ.
કોંગ્રેસ
ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ 2600 રૂપિયાની કિંમતે ઘઉં અને 2500 રૂપિયાનો ડાંગર ખરીદાશે
2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું છાણ ખરીદશે
નંદિની યોજના
2 લાખ જગ્યાઓ માટે ભરતી
યુવા સ્વાભિમાન યોજનાનો પ્રારંભ
25 લાખનો આરોગ્ય વીમો અને 10 લાખનો અકસ્માત વીમો
સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ દર મહિને 1200
મારી પુત્રી યોજનામાં 251000
IPLમાં મધ્યપ્રદેશની ટીમ
રાજસ્થાનના ચૂંટણી વાયદાઓ
કોંગ્રેસ
ચિરંજીવી વીમાની રકમ 25 લાખથી વધારીને 50 લાખ કરાશે
4 લાખ યુવાનોને સરકારી નોકરી, 10 લાખ યુવાનોને રોજગાર
સમર્થ યુવા પંચાયત કક્ષાએ સરકારી નોકરી માટે નવું કાર્ડ
ગેસ સિલિન્ડર 400 રૂપિયામાં મળશે
મનરેગા અને ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર 125 થી વધીને 150 દિવસ કરાશે
જાતિગત વસ્તી ગણતરી
રાઈટ ટુ હાઉસિંગ એક્ટ
બીજેપી
કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણ
450 રૂપિયામાં એલ.પી.જી
યુવાનો અને બેરોજગારો માટે ઉત્તમ શિક્ષણ
2.5 લાખ સરકારી નોકરીઓ
મહિલાઓ માટે સુરક્ષિત સમાજ, સશક્ત મહિલાઓ
ખેડૂતો માટે ખુશાલ કિસાન યોજના
કાર્યક્ષમ વહીવટ, મજબૂત કાયદો અને વ્યવસ્થા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
