ઓડિશા ટ્રેન અકસ્માત પહેલા પણ ભારતમાં સર્જાઈ ચુકી છે આ મોટી રેલ દુર્ઘટનાઓ, જુઓ લિસ્ટ
ભારતીય રેલવેને અકસ્માતો સાથે જૂનો સંબંધ છે. ભારત આઝાદ થયો અને અંગ્રેજોના હાથમાંથી ટ્રેન ભારતીયોના હાથમાં આવી ત્યારથી સતત અકસ્માતો થતા રહ્યા છે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલ અકસ્માતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બિહાર રેલ દુર્ઘટના
આઝાન ભારતની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાં સામેલ આ અકસ્માતમાં 800 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 6 જૂન 1981ના રોજ બિહારની બાગમતિ નદી પરથી ટ્રેન નદીમાં પડી હતી. આ ઘટના પાછળ બેદરકારી હોવાની વાત સામે આવી હતી.
ફિરોઝાબાદ રેલ દુર્ઘટના
20 ઓગસ્ટ 1995ના રોજ ફિરોજાબાદ પાસે એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં 250 થી વધુ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પાછળ એક સિગ્નલમેનની ભુલ સામે આવી હતી.
ગૈસલ ટ્રેન અકસ્માત
માત્ર માલગાડી જ નહીં ભુતકાલમાં બે પેસેન્જર ટ્રેન પણ સામસામે ટકરાઈ હતી. 1 ઓગસ્ટ 1999ના રોજ પશ્લિમ બંગાળના ગૈસલ પાસે થયેલી આવી જ એક ટક્કરથી 285 લોકોના મોત થયા હતા અને 312 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત કોમ્યુનિકેશન ગેપને કારણે સર્જાયો હતો.
ખન્ના રેલ અકસ્માત
26 નવેમ્બર 1998 ના રોજ પંજાબના ખન્ના પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક ટક્કરથી 108 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં પણ સિગ્નલમેનની ભુલ હોવાની વાત સામે આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
