આ ચૂંટણી બાદ 2024માં એકેય ચૂંટણી નહિ થાયઃ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ
આ ચૂંટણી બાદ 2024માં એકેય ચૂંટણી નહિ થાયઃ સાક્ષી મહારાજ
વિવાદિ નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે વધુ એક ટિપ્પણી કરી છે જેણે ચર્ચા જગાવી છે. ઉન્નાવમાં એક કાર્યક્રમ દરમિયાન સાક્ષી મહારાજે કહ્યું કે 2019ની ચૂંટણઈ દેશની છેલ્લી ચૂંટણી છે, તે પછી 2024માં ચૂંટણી નહિ થાય. ઉન્નાવથી જ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે આ વખતે મોદી નામની સુનામી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, "આ જે ચૂંટણી છે તે પાર્ટીની ચૂંટણી નહિ હોય, સાક્ષી મહારાજની ચૂંટણી નહિ હોય, પહેલીવાર દેશમાં જાગૃકતા આવી છે અને હિંદુ જાગ્યા છે. હું સંન્યાસી છું જે મનમાં આવે તે કહી દઉં છું, આ ચૂંટણી બાદ 2024માં ચૂંટણી નહિ થાય, માત્ર આ જ ચૂંટણઈ થશે."

સાક્ષી મહારાજે પોતાના ભાષણમાં કહ્યું કે 2014માં દેશમાં મોદી લહેર હતી, પરંતુ આ વખતે મોદી નામની સુનામી છે. એવામાં ગઠબંધન વગેરે વાતો નકામી છે. તેમણે કહ્યું કે કોઈપણ તાકાત નરેન્દ્ર મોદીને પીએમ બનતા ન રોકી શકે. સાક્ષી મહારાજના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જાગી છે. જણાવી દઈએ કે હજુ કેટલાક દિવસ પહેલા જ સાક્ષી મહિરાજની ચિઠ્ઠીએ બબાલ મચાવી દીધો હતો. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેયને ચિઠ્ઠી લખી સાક્ષી મહારાજે લખ્યું હતું કે જો પાર્ટી ઉન્નાવથી તેમની ટિકિટ કાપે છે તો તેમણે ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.
પોતાની ચિઠ્ઠીમાં ઉન્નાવ સાંસદે લખ્યું હતું કે ઉન્નાવ ઉપરાંત કોઈ અન્ય સીટથી ચૂંટણી લડવા માંગતા નથી અને જો તેમની ટિકિટ ઉન્નાવથી કપાય છે તો પાર્ટીએ પરિણામ ભોગવવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, અહેવાલ છે કે શનિવારે પાર્ટીની પહેલી યાદી આવી શકે છે. સાક્ષી મહારાજ પોતાના આક્રમક નિવેદનોને લઈ ઓળખાય છે, પછી તે રામ મંદિરને લઈને આપેલું નિવેદન હોય કે પછી વિપક્ષી પાર્ટીઓ પર હુમલાનું નિવેદન હોય. કેટલીય વાર તેમના નિવેદન પાર્ટી માટે ચિંતાનો વિષય પણ બને છે.
આ પણ વાંચો- લાલ કૃષ્ણ અડવાણી સહિત ભાજપના આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
