Relevant રહેવાનો એક જ મંત્ર છે- Skill, Re-Skill અને Upskill: પીએમ મોદી
Relevant રહેવાનો એક જ મંત્ર છે- Skill, Re-Skill અને Upskill: પીએમ મોદી
સ્કિલ ઇન્ડિયા મિશનને આજે પાંચ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં છે. 2015માં પીએમ મોદીએ દેશના યુવાઓના કૌશલ્ય વિકાસ માટે આ મિશનની શરૂઆત કરી હતી. જેના માટે આજે ઉદ્યોગો મંત્રાલય તરફથી સ્કિલ ઇન્ડિયા પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ પણ ભાગ લીધો. આ દરમિયાન તેમણે સ્કિલ ઇન્ડિયા મિશનને સફળ બનાવ્યું છે.

આ રહી પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
- પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના આ સંકટે વર્લ્ડ કલ્ચરની સાથે જ નેચર ઑફ જોબને પણ બદલી નાખ્યો છે અને બદલતી ટેક્નોલોજીએ પણ તેના પર પ્રભાવ નાખ્યો છે.
- પીએમ મોદીએ કહ્યું કે કેટલાય લોકો મને પૂછે છે કે આજના જમાનામાં બિઝનેસ અને બજાર એટલી તેજીથી બદલી રહ્યા છે કે સમજમાં નથી આવતું કે આખરે રિલેવન્ટ કઇ રીતે રહી શકાય. કોરોનાના આ સમયમાં આ સવાલ વધુ મહત્વનો થઇ ગયો છે. જેનો એક જ જવાબ આપું છે, Relevant રહેવાનો મંત્ર છે- Skill, Re-Skill અને Upskill.
- Skillનો અર્થ છે, તમે કોઇ નવું ટેલેન્ટ શીખો. જેમ કે લાકડાના ટુકડાથી ખુરશી બનાવતા શીખો, તો આ તમારું ટેલેન્ટ થયું. તમે લાકડાના એ ટુકડાની કિંમત પણ વધારી દીધી, પરંતુ આ કિંમત બની રહે, તે માટે નવી ડિઝાઇન, નવી સ્ટાઇલ, એટલે કે દરરોજ નવું જોડવું પડે છે. તેના માટે નવું શીખતા રહેવું પડે છે. આમ જ કંઇક નવું શીખતા રહેવાનો મતલબ છે Re-Skill.
- આજે ભારતમાં નૉલેજ અને Skill, બનેમાં જે અંતર છે, તે સમજતા કામ થઇ રહ્યું છે. આજથી 5 વર્ષ પહેલા આજના જ દિવસે સ્કિલ ઇન્ડિય મિશન આ સોચ સાથે શરૂ કરાયું હતું.
- પીએમ મોદી મુજબ ચાર-પાંચ દિવસ પહેલા દેશમાં શ્રમિલોની સ્કિલ મેપિંગનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ પોર્ટલ સ્કિલ્ડ લોકોને, સ્કિલ્ડ શ્રમિકોને મેપિંગ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. આનાથી કંપનીઓ એક ક્લિકમાં જ સ્કિલ્ડ મેપ વાળા વર્કર્સ સુધી પહોંચી જશે.
- પીએમ મોદીએ કહ્યું કે તમે લૉકડાઉનમાં જોયું હશે કે કેવી રીતે એક ખાસ સ્કિલ સેટ સાથે ગામ પહોંચેલા લોકોએ ગામની કાયાપલટ કરવી શરૂ કરી દીધી. કોઇ સ્કૂલમાં રંગકામ કરી રહ્યું છે તો કોઇ નવી ડિઝાઇનના ઘર બનાવી રહ્યા છે. નાની-મોટી દરેક પ્રકારની આવી સ્કિલ જ આત્મનિર્ભર ભારતની મોટી શક્તિ બનશે.
More From
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
