વણઝારાના પત્રમાં કાયદાકીય કાયદેસરતા નથી : CBI
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : જેલમાં બંધ ગુજરાતના આઇપીએસ ઓફીસર ડી જી વણઝારાના પત્રએ ભલે હંગામો મચાવ્યો હોય, પરંતુ સીબીઆઇનું માનવું છે કે પત્રના આધારે કોઇ નવી તપાસ થઇ શકે તેમ નથી. સીબીઆઇના વડા રંજીત સિંહાનું કહેવું છે કે આ પત્રની કોઇ કાયદેસર કાયદેસરતા નથી. વણઝારાનો પત્ર એક "રાજકીય'' પત્ર છે તેનું કોઇ કાયદેસર રીતે કોઇ મહત્વ નથી.
સીબીઆઇના વડા સિંહાએ કહ્યું છે કે આ પત્ર માત્ર રાજકીય રીતે મહત્વ ધરાવે છે. નકલી એન્કાઉન્ટર મામલે સીબીઆઇ અગાઉ જ ચાર્જશીટ દાખલ કરી ચૂકયું છે અને જયાં સુધી કોઇની વિરૂદ્ધ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી અમે કોઇ નવી તપાસ શરૂ કરવા માંગતા નથી. સીબીઆઇના આવા વલણથી મોદી વિરોધીઓને પછડાટ મળી શકે છે.

અત્રે એ નોંધનીય છે કે વણઝારાએ ગુજરાત સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ સરકારની નીતિ હેઠળ જ એન્કાઉન્ટર કરતા હતાં. વણઝારાએ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અમિત શાહ ઉપર પણ પ્રહારો કર્યા હતાં અને તેમને શૈતાન પણ કહ્યાં હતાં. વણઝારા ઉપર ઇશરત જહાં, કૌશર બી, સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરનો આરોપ છે.
સીબીઆઇના વડાએ કહ્યું છે કે અમે તેમના પત્રને ચકાસી રહ્યાં છીએ પણ એનો અર્થ એ નથી કે એન્કાઉન્ટરના કેસમાં કોઇ નવી તપાસ શરૂ થાય. અમને જો કોઇ કડી કે પુરાવો મળે તો વણઝારાની પૂછપરછ કરશું. તેઓ આઠ વર્ષ બાદ કેમ બોલ્યા અને શા માટે કોના માટે બોલ્યા તે અમારા કેસ માટે પુરાવો નથી. સીબીઆઇના સૂત્રો પણ કહે છે કે તે મોદી વિરૂદ્ધ નવેસરથી તપાસ કરવા માંગતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
