લક્ષદીપમાં એક પણ કુતરા નથી, જાણો કેમ?
માલદીવ વિવાદ વચ્ચે લક્ષદ્વિપની ખુબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે લક્ષદ્વીપ વિશે ઘણી વાતો સામે આવી રહી છે. આજે આપણે આવી જ એક વાત કરવાના છીએ.
જણાવી દઈએ કે, લક્ષદ્વીપ એક રેબીઝ ફ્રી સ્ટેટ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૂતરા જોવા મળતા નથી. આ સિવાય પર્યટકોને કૂતરાઓને લઈ જવાની પણ મંજૂરી નથી.

સરકારે લક્ષદ્વીપમાં પાળેલા અને રખડતા તમામ પ્રકારના કૂતરાઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, લક્ષદ્વીપમાં બિલાડીઓ અને ઉંદરો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અહીં તમે શેરીઓ અને રિસોર્ટ આસપાસ બિલાડીઓ અને ઉંદરો જોઈ શકો છો.
લક્ષદ્વીપમાં માછલીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં તમને માછલીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળશે. લક્ષદ્વીપમાં માછલીઓની 600 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તે ભારતના અન્ય રાજ્યોથી ઘણી રીતે અલગ છે, ખોરાકથી લઈને જીવનશૈલી અને સંસ્કૃતિ સુધી તમામ બાબતો જુદી પડે છે.
36 નાના ટાપુઓથી બનેલા લક્ષદ્વીપની કુલ વસ્તી લગભગ 64000 છે અને તેની 96 ટકા વસ્તી મુસ્લિમ છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે લક્ષદ્વીપમાં પર્યટન અને માછીમારી આવકના મુખ્ય સ્ત્રોત છે.
લક્ષદ્વીપમાં 32 ટાપુઓ છે પરંતુ લોકો અહીં માત્ર દસ ટાપુઓ પર જ રહે છે. જેમાં કાવારત્તી, અગાત્તી, અમિની, કદમત, કિલતન, ચેતલત, બિત્રા, અન્દોહ, કલ્પના અને મિનીકોયનો સમાવેશ થાય છે. અહીં એવા ઘણા ટાપુઓ છે જ્યાં 100 થી ઓછા લોકો રહે છે. કાવરત્તી અહીંની રાજધાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
