કાશ્મીરમાં આજે 1990 જેવા હાલ, 370 હટાવવાથી કોઇ ફાયદો નથી થયો: સંજય રાઉત
કાશ્મીરમાં સામાન્ય લોકો પર સતત થઈ રહેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. રાઉતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીમાં ભાજપ કાશ્મીરી પં
કાશ્મીરમાં સામાન્ય લોકો પર સતત થઈ રહેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. રાઉતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીમાં ભાજપ કાશ્મીરી પંડિતોના નામ પર વોટ માંગતી હતી પરંતુ આજે તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. રાઉતે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના ફાયદા પર પણ સરકારને સવાલ કર્યા છે.

શુક્રવારે સંજય રાઉતે કહ્યું કે, આજે કાશ્મીરમાં તે જ ખરાબ સ્થિતિ ઉભી થઈ છે જે 1990ના દાયકામાં હતી. ભાજપે કાશ્મીરી પંડિતોને ખીણમાં પરત લાવવાની વાત કરી અને હિંદુત્વના નામે વોટ મેળવ્યા. સરકારે કાશ્મીરી પંડિતોના ઘરે પરત ફરવાની વાત કરી હતી પરંતુ તેમ થયું નહીં. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. આ અંગે ઘણી બાબતો કરવામાં આવી હતી, પરંતુ 370 હટાવવા છતાં ત્યાંના લોકોના જીવનમાં કોઈ સુધારો થયો નથી.
રાઉતે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. એવું લાગે છે કે સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ આજે જમીન પર સ્થિતિ ફરી એવી જ છે જે 1990માં હતી. સરકારે કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કેટલાક પગલાં લેવા જોઈએ.
કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગ
તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં કાશ્મીરમાં સામાન્ય લોકો પર હુમલા વધી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ દ્વારા ખાસ કરીને હિંદુઓ અને કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યોના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી સતત હત્યાઓ થઈ રહી છે. જેના કારણે કાશ્મીરી પંડિતો અને અન્ય રાજ્યોના લોકોમાં ભયનું વાતાવરણ છે અને આ લોકો મોટી સંખ્યામાં ખીણ છોડી રહ્યા છે. કાશ્મીરી પંડિતો પણ હુમલાનો સતત વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે અને તેના પર ધ્યાન આપવાનું કહી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
