ચોરી બાદ ચોરોએ દુકાનદાર માટે લખ્યો લવ લેટર, જાણો શું લખ્યું?
ચોરી બાદ ચોરોએ દુકાનદાર માટે લખ્યો લવ લેટર, જાણો શું લખ્યું?
ગોંડાઃ સામાન્ય રીતે ચોરીની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ પોતાની પાછળ કોઈ સબૂત નથી છોડતો પરંતુ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ચોરી બાદ દુકાનદાર માટે લવ લેટર લખીને પાછળ છોડી જવાનો મામલો સામે આવ્યો છે. કસ્બા બગ્ગીરોડ સ્થિત એક મેડિકલ સ્ટોરમાં ચોરી કર્યા બાદ ચોરે ન માત્ર આઈ લવ યૂ લખીને સ્ટોર સંચાલક પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો બલકે ચેતવણી આપતા પણ લખ્યું કે તારું આ બધું નુકસાન મેં જ કર્યું છે.

ચોરે લખ્યો લવ લેટર
સ્ટોર સંચાલક જ્યારે દુકાન પર પહોંચ્યા તો તેને ચોરનો લખેલ લવ લેટર મળ્યો જે જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સૂચના મળતા જ દુકાનદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. લોકો આ ઘટનામાં સ્ટોર સંચાલકને તેના કોઈ નજીકના જ વ્યક્તિનો હાથ હોવાની આશંકા જતાવી રહ્યા છે.

ચોરે દુકાનમાં રાખેલ સામાન વેરવિખેર કરી નાખ્યો
ધાનેપુર પોલીસ સ્ટેશનના દેવરિયા અલાવલ ગામના રહેનાર અરશદની કસ્બા બગ્ગીરોડમાં મેડિકલ સ્ટોરની દુકાન છે. શનિવારે મોડી સાંજે અરશદ દુકાન બંધ કરીને ઘરે ચાલ્યો ગયો હતો. રાત્રે તેની દુકાનમાં અજ્ઞાત ચોર ઘુસ્યો અને ભારે આરામથી દુકાનમાં લૂંટ ચલાવી. દુકાનમાં રાખેલ દવાઓ વેરવિખેર કરી નાખી. જતી વખતે ચોર મેડિકલ સ્ટોરમાં લવ લેટર લખી રાખી ગયો હતો.

ચોરે લખ્યું આઈ લવ યૂ
ચોરે મેડિકલ સ્ટોર સંચાલકને ન માત્ર આઈ લવ યૂ લખ્યું બલકે ચેતવણી પણ લખી કે ડિયર મેં જ તારી દુકાનમાં ચોરી કરી છે અને તારું બધું નુકસાન પણ મેં જ કર્યું છે. સવારે જ્યારે અરશદ દુકાન પર પહોંચ્યો તો જોઈને તે અવાક થઈ ગયો. અરશદ મુજબ ચોર લગભગ 35 હજાર રૂપિયાનો સામાન ચોરવામાં સફળ થયો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
