ગુજરાત-રાજસ્થાન સરહદ પર કરોડોનો માલ લૂંટાયો
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્સ, વાયર અને ટેબલ ખુરસી સહિતના અન્ય સાધનોની ખરીદી કરવામાં આવી હતી. જો કે દિવાળીના તહેવારોમાં આ ચેકપોસ્ટ બંદ થઇ જતા આ ચેકપોસ્ટ પર ગંઠિયાઓને હાથ ફેરો કરવાનો મોકો મળી ગયો હતો અને અહીંથી લાખો કરોડોના માલની ઉથાંતરી ગયા છે.

રાજ્ય સરકારે રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર લગભગ 10 જેટલી ચેકપોસ્ટ બનાવી હતી. જ્યાંથી ટ્રાંસ્પોર્ટર વિવિધ પ્રકારના ઉપયોગી આહાર અને વિવિધ ચિજવસ્તુઓની હેરાફેરી કરતા હતા. કરચોરી સહિતની વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ સહિત ખાનગી એજન્સીઓના સુરક્ષા ગાર્ડને આ ચેકપોસ્ટ્સ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ સુરક્ષા કર્મીઓ સતત 24 કલાક ડ્યૂટી પર રહી વિવિધ ગતિવિધિઓ પર ધ્યાન રાખતા હતા. તેમાથી રાજસ્થાન સરહદે શામળાજી, અંબાજી અને અમીરઢ ચેક ચેકપોસ્ટ સહિત લગભગ 10 ચેકપોસ્ટ છે. અહીં આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી કેમેરા, વાયર, ટેબલ, ખુરશીઓ અને કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા. જોકે આ ચોકીઓ બંધ કર્યા બાદ સિક્યુરિટી ગાર્ડને પણ હટાવવામાં આવ્યા હતા.
આરટીઓ સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આ ચેકપોસ્ટોને બંધ કરી દીધી હતી અને. ચેકપોસ્ટની સુરક્ષા અંગે કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ચેકપોસ્ટમાંથી સુરક્ષાકર્મીઓને હટાવ્યા બાદ કરોડો રૂપિયાના ફર્નિચર સહિતના આધુનિક સાધનોની ચોરી થઇ ગઇ છે તો બીજી તરફ આરટીઓ કર્મચારીઓ આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ કહ્યું કે આ સમગ્ર મામલો રાજ્ય સરકારમાં વિચારણા હેઠળ છે. આ અંગેની પરિસ્થિતિથી ટ્રાંસપોર્ટ સચિવને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે આ ચોરીને અંજામ આપનારની ભાળ મળી નથ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
