દાઉદના નજીકના રિયાઝ ભાટીની પત્નીએ હાર્દિક પાંડ્યા સહિત આ લોકો પર લગાવ્યો બળાત્કારનો આરોપ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના ગુનેગાર રિયાઝ ભાટીની પત્ની રહનુમા ભાટીએ તેના પતિ પર તેને વેશ્યાવૃત્તિ અને બળાત્કારમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. રહનુમાએ 24 સપ્ટેમ્બરે મુંબઈના સંતક્રુણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના ગુનેગાર રિયાઝ ભાટીની પત્ની રહનુમા ભાટીએ તેના પતિ પર તેને વેશ્યાવૃત્તિ અને બળાત્કારમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. રહનુમાએ 24 સપ્ટેમ્બરે મુંબઈના સંતક્રુણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રહનુમાએ પોતાની ફરિયાદમાં ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા ક્રિકેટરો અને હાઈપ્રોફાઈલ લોકોના નામ પણ લીધા છે. પીડિતાએ મુંબઈ પોલીસને કરેલી ફરિયાદમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા, મુનાફ પટેલ, કોંગ્રેસ નેતા અને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લા અને પૃથ્વીરાજ કોઠારી પર સેક્સ માણવાનો આરોપ લગાવ્યો છે.

ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી માહિતી અનુસાર, ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી રિયાઝ ભાટીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ છૂટાછેડા પછી તેને હાઈ-પ્રોફાઈલ લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. ભાટી ઉપરાંત, તેણે મુંબઈ પોલીસ સમક્ષ દાખલ કરેલી અરજીમાં જે લોકો પર બળાત્કારનો આરોપ મૂક્યો છે તેમાં ક્રિકેટર મુનાફ પટેલ અને હાર્દિક પંડ્યા, કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા અને એક પૃથ્વીરાજ કોઠારીનો સમાવેશ થાય છે.
Rehnuma Bhati,wife of Riyaz Bhati(alleged close aide of Dawood Ibrahim) registered complaint at Mumbai's Santacruz PS on Sept 24 alleging rape-molestation by Riyaz Bhati,Munaf Patel,Rajeev Shukla,Hardik Pandya&Prithviraj Kothari. Police verifying allegations,no FIR registered yet
— ANI (@ANI) November 12, 2021
પોલીસ સૂત્રોનું કહેવું છે કે ફરિયાદમાં નોંધાયેલા લોકોના નામ અને તેમના સરનામાનો ઉલ્લેખ નથી અને ગુનાની કોઈ તારીખ અને સ્થળ પણ નથી. પરંતુ પીડિતાએ તેના પતિ સહિત તમામ લોકો પર બળાત્કાર અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. જોકે, મુંબઈ પોલીસે હજુ સુધી આ મામલે કોઈ FIR નોંધી નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે, હાલ તપાસમાં ગુનાની પુષ્ટિ થઈ નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
