તો આ કારણે સર્જાયો હોબાળો, ટ્રેન્ડ થયો BoycottCadbury હેશટેગ

Boycott Cadbury : દિવાળીની સિઝન દરમિયાન કેડબરી ચોકલેટ્સનો સ્વાદ આવવા લાગે છે. ઘણા લોકો કેડબરીના સેલિબ્રેશન બોક્સ એક બીજાને ગીફ્ટ કરે છે. જોકે, આ દિવાળી બાદ કેડબરી મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે.

Boycott Cadbury : દિવાળીની સિઝન દરમિયાન કેડબરી ચોકલેટ્સનો સ્વાદ આવવા લાગે છે. ઘણા લોકો કેડબરીના સેલિબ્રેશન બોક્સ એક બીજાને ગીફ્ટ કરે છે. જોકે, આ દિવાળી બાદ કેડબરી મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે. હાલ ટ્વીટર પર બોયકોટ કેડબરીનો હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ભૂતકાળમાં કેડબરી બ્રાન્ડ લોકોની નિંદાનો શિકાર બની છે, પરંતુ આ વખતે મામલો થોડો ગંભીર જણાય છે. આ બહિષ્કારનું કારણ કેડબરીની એક જાહેરાત છે. દિવાળી પર તેનું વેચાણ વધારવા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેના કારણે વેચાણ વધવાને બદલે બંધ થઈ ગયું હતું.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે હેશટેગ

આ જાહેરાતમાં તમે દામોદર નામના એક વૃદ્ધને દીવો વેચતા જોઈ શકો છો. નોંધનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું નામ પણ દામોદર છે અને આ જ કારણ છે કે, હેશટેગ બોયકોટ કેડબરી ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

ભાજપ નેતા ડૉ. પ્રાચીસાધ્વીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આવી જાહેરાતોથી વડાપ્રધાન મોદીના પિતાનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ભાજપ નેતાના આ ટ્વિટ પછી, આ મામલો વાયરલ થવા લાગ્યો હતો.

લોકોની પ્રતિક્રિયાઓ

લોકોની પ્રતિક્રિયાઓ

ઘણા યુઝર્સ કહે છે કે, કેડબરી તેના ઉત્પાદનોમાં હલાલ સર્ટિફાઇડ જિલેટીનનો ઉપયોગ કરે છે, જે બીફમાંથી કાઢવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર હેશટેગ બોયકોટ કેડબરીનો ટ્રેન્ડ કરવો કંપની માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X