સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને તમાચો, ED ડિરેક્ટરના સેવા વિસ્તારને ગેરકાયદે ગણાવ્યો
બંધારણ વિરોધી સરકાર હોવાના આરોપોનો સામનો કરી રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે એકલી સુપ્રીમ કોર્ટ બાથ ભીડી રહી છે. મોદી સરકારના એક પછી એક બંધારણ વિરોધી પગલાઓની સુપ્રીમ કોર્ટ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોટો તમાચો માર્યો છે.
ઈડીના નિર્દેશન સંજય મિશ્રાના સેવા વિસ્તારને લઈને ચાલી રહેલી સૂનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તમાચો મારતા આ સેવા વિસ્તારને ગેરકાયદે ગણાવ્ય છે. જો કે કોર્ટે તેમને 31 જૂલાઈ સુધી પદ પર રહેવાની પરવાનગી આપી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 8 મેના રોજ સુનાવણી પુરી થયા બાદ સુપ્રીમ કોર્ટે સંજય મિશ્રાને ત્રીજી વખત સેવા વિસ્તાર આપવાના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સંજય મિશ્રાને ED ડાયરેક્ટર તરીકે ત્રીજી વખત એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટમાં પડકારયુ હતું.
આ સેવા વિસ્તારને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેંચ દ્વારા સૂનાવણી કરવામાં આવી અને હવે તેમને પદ પર સેવા વિસ્તાર ન કરવા આદેશ કર્યો છે.
કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, સંજય મિશ્રા પોલીસ મહાનિર્દેશક નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આટલા માટે સંસદે સભાનપણે નિર્ણય લીધો છે.
તેમને કોર્ટને જણાવ્યું કે, ED ડાયરેક્ટર સંજય મિશ્રા નવેમ્બરથી નિવૃત્ત થશે. છેલ્લી સુનાવણીમાં પણ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ED ડિરેક્ટરનો કાર્યકાળ વધારવાના સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો.
બીજી તરફ એમિકસ ક્યુરી કે.વી. વિશ્વનાથને કોર્ટને લોકશાહીના વ્યાપક હિતમાં સુધારાને રદ્દ કરવા વિનંતી કરી હતી. તેમને ભય વ્યક્ત કર્યો કે ભવિષ્યની સરકારો દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની દલીલ હતી કે, મની લોન્ડરિંગના ગુનાઓ વિદેશી દેશો સાથે સંબંધિત છે. તુષાર મહેતાએ કહ્યું કે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા દેશના મૂલ્યાંકન માટે તે મહત્વપૂર્ણ હોવાથી વહીવટી કારણોસર સંજય મિશ્રાના કાર્યકાળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, 17 નવેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારે સતત ત્રીજી વખત ED ડાયરેક્ટરને સર્વિસ એક્સટેન્શન આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
