Video: પુત્રની સગાઈમાં પુત્રી માટે ભાવુક થયા નીતા-મુકેશ અંબાણી
પુત્રની સગાઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પુત્રી ઈશા અંબાણી માટે ઈમોશનલ થઈ ગયા છે.
30 જૂનની રાતે દેશના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ હીરા વ્યાપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થઈ. આ ભવ્ય સમારંભમાં બોલિવુડ સ્ટાર્સ ઉપરાંત રમત અને રાજકારણ જગતની પણ હસ્તીઓ શામેલ થઈ. આ ગ્રાન્ડ ફંક્શના ઘણા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે પરંતુ સૌથી વધુ ચર્ચા એ વીડિયોની થઈ રહી છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પુત્રી ઈશા અંબાણી માટે ઈમોશનલ થઈ ગયા છે.
|
પપ્પા મુકેશે કર્યો પુત્રી ઈશા સાથે ડાંસ
આ ઈનસાઈડ વીડિયોમાં સિંગર શંકર મહાદેવન અને હર્ષદીપ કૌર ફિલ્મ ‘રાઝી' નું વિદાય સોંગ ‘દિલબરો' ગાઈ રહ્યા છે. આના પર મુકેશ પુત્રી ઈશા સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જ ઈશા પપ્પાને ગળે મળે છે.
|
પપ્પા-મમ્મીએ પુત્રીને પ્રેમથી વ્હાલ કર્યુ...
બીજા વીડિયોમાં સિંગર હર્ષદીપ કૌર વિદાય સોંગ ગાઈ રહ્યા છે. જે સાંભળીને ઈશા ડાંસ કરતા કરતા રોકાઈ જાય છે. જેના પર મમ્મી નીતા તેને સંભાળતા કિસ કરે છે અને થોડી વાર પછી પપ્પા મુકેશ પણ આવીને પોતાની ગુડિયાને ગાલ પર વ્હાલ કરે છે. આ વીડિયો ખરેખર ખૂબ ભાવુક છે.

ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે..
ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણીના લગ્ન પણ આ જ વર્ષના અંતમાં થવાના છે. તેની સગાઈ હાલમાં જ બિઝનેસ ટાઈકૂન આનંદ પીરામલ સાથે થઈ છે. ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે. બંનેએ સાથે સાથે અભ્યાસ કર્યો. સાથે સાથે પપ્પાનો બિઝનેસ જોઈન કર્યો અને હવે સાથે સાથે પોતાના સાથીદાર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

આનંદ અને ઈશા લાંબા સમયથી દોસ્ત છે...
આ પહેલા ઈશાની સગાઈનો વીડિયો પણ જ્યારે વાયરલ થયો હતો ત્યારે તેમાં પણ મુકેશ અંબાણી ભાવુક જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આનંદ અને ઈશા લાંબા સમયથી દોસ્ત છે અને બંનેના લગ્ન પરિવારની મરજીથી થઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
