ફરીથી વધી રહેલી કોરોનાની R-વેલ્યુ ખતરાની ઘંટી તો નથી ને!
કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોવિડ-19 ની R વેલ્યૂ વધી રહ્યી છે. જે ચિંતાનું કારણ છે. આર-વેલ્યુ કહે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોવિડ-19 ની R વેલ્યૂ વધી રહ્યી છે. જે ચિંતાનું કારણ છે. આર-વેલ્યુ કહે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરના મધ્યમાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી શકે છે. પરંતુ ચેન્નાઈ સ્થિત ગણિત વિજ્ઞાન સંસ્થાના સંશોધકોએ જણાવ્યું છે કે 14 થી 17 ઓગસ્ટ વચ્ચે કોરોનાની R વેલ્યૂ 0.89 હતી, જે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં વધીને 1.17 થઈ ગઈ છે. જે ચિંતાનો વિષય છે.

R-વેલ્યુ વિશે નિષ્ણાતોએ શું કહ્યું?
સંશોધકોની ટીમનું નેતૃત્વ કરી રહેલી સીતાભારા સિન્હાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે, કોવિડ -19 નું આર-વેલ્યુ આ વખતે 1 કરતા વધારે છે એટલુ જ નહીં પરંતુ તે ગઈ વખત કરતા પણ વધારે છે. કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે હાલ કોવિડ-19 નું આર-વેલ્યુ 1.17 છે તે ચિંતાજનક છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં R-વેલ્યુ સૌથી વધુ છે.
સીતાભારા સિંહાએ કહ્યું કે, દેશના ઘણા રાજ્યોમાં ઓગસ્ટના છેલ્લા કેટલાક દિવસોમાં આર-વેલ્યુ 1 ને વટાવી ગઈ છે. ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં આર-વેલ્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ સમયે, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરમાં આર-વેલ્યુ વધી છે.

R-વેલ્યુ આટલી મહત્વની કેમ?
આર-વેલ્યુ કહે છે કે કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે સ્પષ્ટ છે કે જ્યારે કોરોના વેવ તેની ચરમસીમા પર હોય ત્યારે આર-વેલ્યુ નોંધપાત્ર રીતે વધે છે. પરંતુ હાલમાં દેશમાં કોરોના વાયરસના દૈનિક આંકડા ઘટી રહ્યા છે, આ સ્થિતિમાં આર-વેલ્યુમાં વધારો સ્પષ્ટપણે સંકેત આપે છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે. જો આર-વેલ્યુ 1 કરતા વધારે હોય તો તેનો અર્થ એ છે કે સંક્રમિત લોકોની સંખ્યા દરેક રાઉન્ડમાં વધી રહી છે. તમે તેને વધતી જતી મહામારીનો તબક્કો પણ કહી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તે બતાવે છે કે વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
