ગેરકાયદે બાંધકામને લઈને પંજાબ સરકાર સખ્ત, આ મોટો આદેશ જાહેર કર્યો
પંજાબ સરકારે તમામ કોલોનીઓને 6 મહિનામાં દસ્તાવેજ રજુ કરવા અને ફી ભરવા જણાવ્યુ છે. આમ નહીં કરનારા સામે કાર્યવાહી કરાશે.
ચંદીગઢ : પંજાબમાં ભગવંત માન સરકાર સતત મોટા સુધારા કરતા જોવા મળી રહ્યા છે. હવે પંજાબ સરકારે રાજ્યમાં ગેરકાયદે બાંધકામને રોકવા કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર, પંજાબમાં સ્થાનિક પ્રશાસન અંતર્ગત આવતી ગેરકાયદે કોલોની અને પ્લોટને લઈને મોટી એક્શનની તૈયારી શરૂ કરી છે.

પંજાબમાં આ પહેલા પણ આવી કોલોનીઓ અને પ્લોટને કાયદેસર કરવા કાર્યવાહી થઈ છે પરંતું કોઈ ચોક્કસ પરિણામ મળ્યુ નથી. આગળની સરકારોએ આ કોલોની અને પ્લોટને કાયદેસર કરવા માટે સમય આપ્યો હતો. જો કે તેનો અમલ થયો નથી. મળતા આંકડા મુજબ, પંજાબમાં સ્થાનિક પ્રશાસન અંતર્ગત 6 હજારથી વધુ ગેરકાયદે કોલોનીઓ બનેલી છે.
આ તમામ કોલોનીઓને કાયદેસર કરવા માટે હવે પંજાબ સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ સરકારે આ તમામ કોલોનીને કાયદેસર કરવા માટે 6 મહિનામાં દસ્તાવેજ અને ફી જમા કરાવવા આદેશ કર્યો છે. આ બાબતે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, 6 માસ પૂર્ણ થયા બાદ ગેરકાયદે બાંધકામો પર કડક કાર્યવાહી કરાશે અને તેને કોઈપણ રીતે બક્ષવામાં નહીં આવે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સતત એક પછી એક મોટા પગલા લઈ રહી છે. આ પહેલા પણ પંજાબ સરકાર ઘણા મોટા સુધારા કરી ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
