આ તારીખે યોજાશે વિપક્ષી ગઠબંધન INDIA ની આગળની બેઠક, આ મહત્વની જાહેરાત કરાશે
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયાની આગળની બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે આ બાબતે વાત કરતા મહત્વની જાણકારી આપી હતી.
પટના અને બેંગ્લોરની બેઠક બાદ હવે વિપક્ષી પાર્ટઓ મુંબઈમાં મળવા જઈ રહી છે. 31 ઓગસ્ટે સાંજે મુંબઈમાં બે દિવસીય સામાન્ય સભા શરૂ થશે. આ બેઠકમાં ગઠબંધન INDIA નો લોગો પણ લોન્ચ થઈ શકે છે.

મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે જણાવ્યુ કે, બેઠકમાં લગભગ 26-27 પાર્ટીઓ જોડાઈ શકે છે. અશોક ચૌહાણે કહ્યું કે, 31 ઓગસ્ટે સાંજે મુંબઈમાં અનૌપચારિક બેઠક અને 1 સપ્ટેમ્બરે ઔપચારિક બેઠક થશે. અત્યારસુધીમાં બે બેઠકો થઈ ચૂકી છે તેથી આ ત્રીજી બેઠકમાં આગળના એજન્ડાની ચર્ચા થશે.
અશોક ચૌહાણે જણાવ્યુ કે, અમે એક કોમન લોગો બનાવવાનું નક્કી કરી રહ્યા છીએ અને તેનું અનાવરણ 31મી ઓગસ્ટે થઈ શકે છે. જણાવી દઈએ કે આ પહેલા પીએલ પુનિયાએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી જીત્યા બાદ જ વડાપ્રધાન પદ માટે નામ જાહેર કરવામાં આવશે.
જણાવી દઈએ કે આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીને ટક્કર આપવા 26 વિપક્ષી પાર્ટીઓએ મળીને ઈન્ડિયા ગઠબંધનની જાહેરાત કરી છે. આ તમામ પાર્ટીઓ એકસાથે લોકસભા ચૂંટણીમાં બીજેપીને સત્તામાંથી ઉતારવા માટે મેદાને પડશે.
જણાવી દઈએ કે, આ ગઠબંધન બાદ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે માથાનો દુખાવો બની છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે પહેલી વખત એકસાથે મોદી સરકારને પરસેવો છોડાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
