Karnataka Election : કર્ણાટકની આ 31 સીટો પર હિન્દુત્વનો મુદ્દો પ્રભાવી રહેશે, જાણો કોને થશે ફાયદો?
નવી દિલ્હી : કર્ણાટકમાં ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્યમાં કોંગ્રેસને બહુમત મળવાની સંભાવના જોવા મળતા હવે બીજેપીમાં ગભરાટનો માહોલ છે. જો કે તેમ છત્તા બીજેપી અહીં પોતાની પુરી તાકાત સાથે ઉતરી છે. બીજા રાજ્યોની જેમ આ રાજ્યોમાં પણ બીજેપીના મુદ્દાઓમાં હિન્દુત્વ સામેલ હોય તે સ્વભાવિક છે. આજે આપણે કર્ણાટકની કેટલીક એવી સીટોની વાત કરવાના છીએ જેના પર હિન્દુત્વનો પ્રભાવ જોવા મળશે.

સત્તામાં રહેલી બીજેપી માટે સત્તા જાળવવી જરૂરી છે અને એ માટે તેને 5 જિલ્લાઓથી ખાસ અપેક્ષા છે. આ જિલ્લાઓમાં હિન્દુત્વની બોલબાલા છે. હિન્દુત્વનો પ્રભાવ ધરાવતા પાંચ જિલ્લાોમાં ઉત્તર કન્નડ, શિવમોગ્ગા, ઉડુપી, ચિકમંગલુર અને દક્ષિણ કન્નડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ 31 સીટો આવે છે અને ગઈ 2018 ની ચૂંટણીમાં બીજેપીએ અહીં 31 સીટો જીતી હતી.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલી છે. બીજી તરફ રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે કાયદો પસાર કરીને તેના હિંદુઓને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને આંતર-ધાર્મિક લગ્નના મુદ્દાઓ પણ બીજેપીઓ ઉઠાવ્યા હતા.
હાલ ચૂંટણીમાં પણ હિન્દુત્વનો મુદ્દો ચર્ચાએ રહેશે ત્યારે 2020માં અહીં બીએસ યેદિયુરપ્પા સરકારે કર્ણાટક એનિમલ સ્લોટર પ્રિવેન્શન એક્ટ લાગુ કર્યો હતો. આ કાયદો ગાયના વાછરડા, બળદ અને ભેંસની કતલ પર પ્રતિબંધ મૂકે છે. કાયદાના ઉલ્લંઘન માટે કોર્ટ વોરંટ વિના ધરપકડ કરી શકાય છે. આ ગુનો ત્રણથી સાત વર્ષની જેલની સજા, 50 હજારથી 5 લાખ સુધીનો દંડ અથવા બંને સજાને પાત્ર છે. આ કાયદો સ્વયં ઘોષિત ગૌરક્ષકોને પણ રક્ષણ પૂરું પાડે છે.
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી પ્રધાન સિદ્ધારમૈયાએ ફેબ્રુઆરીમાં વિધાનસભામાં કહ્યું હતું કે, નવો કાયદો ખેડૂતોને નુકસાન પહોંચાડે છે. તે તેમના બિનઉત્પાદક પશુઓને વેચી શકતા નથી. સિદ્ધારમૈયાએ કહ્યું કે સરકાર દાવો કરે છે કે ગૌવંશની કતલ પર પ્રતિબંધથી ઇકોસિસ્ટમને ફાયદો થયો છે પરંતુ તેણે કંઈ કર્યું નથી. કાયદામાં હિડન એજન્ડા અને કોમી એજન્ડા હતા.
આ સિવાય કર્ણાટકમાં ધર્મ સ્વતંત્રતા સંરક્ષણ કાયદો 2022 પણ મોટો મુદ્દો છે. વિરોધ પક્ષો અને લઘુમતી જૂથોના વિરોધ વચ્ચે ગયા વર્ષે આ કાયદો પસાર કરાયો છે. આ અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ખોટી રજૂઆત, બળજબરી, અયોગ્ય પ્રભાવ, બળજબરી, પ્રલોભન અથવા કોઈપણ છેતરપિંડી દ્વારા અથવા લગ્ન દ્વારા સીધી રીતે અથવા અન્યથા કોઈ અન્ય વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તિત અથવા ધર્માંતર કરવાનો પ્રયાસ કરશે નહીં અથવા કોઈ વ્યક્તિ ધર્માંતરણનો પ્રયાસ કરશે નહીં.
હવે આ ચૂંટણીમાં આ તમામ મુદ્દાઓ ચર્ચામાં રહેશે. આ કાયદાઓના આધારે બીજેપી સત્તામાં પાછા ફરવા માટે રણનીતિ બનાવે તે સ્વભાવિક છે. હવ જોવાનું એ છે કે બીજેપી કેટલી સફળ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
