કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીનો મુદ્દો કન્નડ અસ્મિતા સાથે જોડાયો, જાણો શું કહ્યું પુર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ?
એક તરફ કર્ણટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે ત્યારે હવે અમૂલની એન્ટ્રીએ નવો વિવાદ છેડ્યો છે. કર્ણાટકમાં અમૂલને એન્ટ્રી ન આપવા માટે વિરોધ પક્ષો મેદાને પડ્યા છે ત્યારે હવે આ મુદ્દો કન્નડ અસ્મિતા સાથે જોડાયો છે.

કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીને લઈને હવે પુર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી મેદાને પડ્યા છે. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોએ કર્ણાટકમાં અમૂલ દૂધના વેચાણ વિરૂદ્ધ મોરચો ખોલવો જોઈએ. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં અમૂલ દૂધ વેચવા સામે કન્નડીગાઓએ વિદ્રોહ કરવો જોઈએ. તેમણે કેન્દ્ર પર પાછલા બારણેથી એન્ટ્રી આપવાનો પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે, નંદિની પ્રોડક્ટ્સનો ઉપયોગ પ્રાથમિકતા પર કરવો જોઈએ.
અમૂલ મુદ્દે તમામ વિરોધ પક્ષો એક સુરમાં બોલી રહ્યા છે ત્યારે કુમારસ્વામીએ કહ્યું કે, અમૂલને કેન્દ્ર સરકારના સમર્થનથી પાછલા બારણે કર્ણાટકમાં ધકેલવામાં આવી રહ્યું છે. અમૂલ કર્ણાટક મિલ્ક ફેડરેશન અને ખેડૂતોનું ગળું દબાવી રહ્યું છે. કન્નડ લોકોએ અમૂલ સામે વિદ્રોહ કરવો જોઈએ.
કર્ણાટકમાં અમૂલના વેચાણને કન્નડ અસ્મિતા સાથે જોડતા કુમારસ્વામીએ કહ્યું કે, કન્નડિગો તરીકે આપણે અમૂલનો વિરોધ કરવો જોઈએ અને કર્ણાટકના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે એક થવું જોઈએ. નંદિનીના ગ્રાહકોએ ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરવું જોઈએ.
તેમણે કહ્યું કે, કર્ણાટક સરકારે અમૂલને બેંગ્લોરના કોરમંગલામાં સસ્તા ભાવે એક મોટો પ્લોટ ફાળવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અહીંની સરકારે આટલી ઉદારતા દાખવી છે ત્યારે અમૂલ સ્થાનિક દૂધ ઉત્પાદકો અને KMF સામે કાવતરું કરી રહી છે.
કુમારસ્વામીએ આગળ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે ભાજપની ડબલ એન્જિન સરકાર દૂધ ઉત્પાદકોને રસ્તા પર ધકેલવાનો પ્રયાસ કરી રહી છે. તેમને ગુજરાતની જનતાના ગુલામ બનાવવાની યોજના ઘડી રહી છે. તેમણે કહ્યું કે, કર્ણાટક ભાજપ સરકાર અને KMFનું શંકાસ્પદ મૌન શંકા પેદા કરે છે. અમૂલ નંદિનીને સ્પર્ધા આપવાનું વિચારી રહી છે. તેની જરૂર નથી. નંદિની બ્રાન્ડ નબળી પડશે. કુમારસ્વામીના મતે બે સહકારી સંસ્થાઓ વચ્ચેની અસ્વસ્થ સ્પર્ધા બિનજરૂરી છે.
કુમારસ્વામીએ કહ્યું કે, અમૂલ મેનેજમેન્ટ કન્નડીગો અને KMFને ખતમ કરવા માટે તલપાપડ છે. અમૂલ એક માત્ર સ્પર્ધક નંદિનીને તેના પોતાના ક્ષેત્રમાં અવરોધિત કરવા માંગે છે. એક રાષ્ટ્ર, એક અમૂલ, એક દૂધ, એક ગુજરાત કથિત રીતે કેન્દ્ર સરકારનું સત્તાવાર વલણ હોવાનું જણાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
