Budget 2024 : બજેટમાં રાજ્યો સાથે ભેદભાવને લઈને INDIA ગઠબંધને મોરચો ખોલ્યો, સંસદમાં વિરોધનું એલાન
Budget 2024 : નરેન્દ્ર મોદી સરકારની ભેદભાવ ભરી નીતિઓનો નજારો કેન્દ્રિય બજેટમાં પણ જોવા મળ્યો છે. કેટલાક રાજ્યોને વિશેષ બજેટ તો કેટલાક રાજ્યોની અવગણના કરાતા વિપક્ષે સંસદમાં વિરોધની જાહેરાત કરી છે.
વિરોધ પક્ષોએ દી સરકારના પ્રથમ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને 24 જુલાઈએ સવારે 10.30 કલાકે વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા એલાયન્સના નેતાઓ સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે.

ઈન્ડિયા ગઠબંધનનો આરોપ છે કે કેન્દ્રીય બજેટમાં રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ અને આ દરમિયાન તમામ નેતાઓ એકઠા થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી, શરદ પવાર, જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સંજય સિંહ, ડેરેક ઓ'બ્રાયન, કલ્યાણ બેનર્જી, ટીઆર બાલુ, તિરુચી શિવા, સંતોષ કુમાર, સંજય રાઉત, મોહમ્મદ બસીર, હનુમાન બેનીવાલ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના કોઈ નેતાએ હાજરી આપી ન હતી.
અહેવાલો અનુસાર, કેન્દ્રીય બજેટથી નારાજ વિરોધ પક્ષોના તમામ મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જણાવી દઈએ કે નીતિ આયોગની બેઠક 27 જુલાઈના રોજ યોજાવાની છે. ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના પક્ષો નીતિ આયોગનો બહિષ્કાર કરવાની તરફેણમાં છે. જો કે, મમતા બેનર્જી આ બેઠક માટે 26 જુલાઈએ જ દિલ્હી પહોંચી રહ્યા છે.
ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં જેલમાં બંધ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ કેજરીવાલની બગડતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ટૂંક સમયમાં જ ઈન્ડિયા એલાયન્સ સંયુક્ત નિવેદન બહાર પાડશે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, તેઓ કેન્દ્રીય બજેટમાં તમિલનાડુની અવગણનાને લઈને 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે.
સ્ટાલિને આક્ષેપ કર્યો હતો કે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર વાજબી છે, કારણ કે કેન્દ્રએ તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરી છે. તેમણે કહ્યું કે અમે તમિલનાડુના અધિકારો સુનિશ્ચિત કરવા માટે લોકોની કોર્ટમાં લડત ચાલુ રાખીશું.
મહત્વની વાત એ છે કે કેન્દ્રીય બજેટના વિરોધમાં બુધવારે (24 જુલાઈ) દિલ્હીમાં ડીએમકેના સાંસદો વિરોધ પ્રદર્શન કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
