થાણેમાં મકાન ધરાશાયી, મકાનમાલિક કાટમાળ નીચે દટાયા
મહારાષ્ટ્રના થાણેમાં મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટના થાણેના શિલફાટાના વેતાલ પાડા પાસેના દેસાઈ ગામમાં બની હતી.
થાણે : મહારાષ્ટ્રના થાણેમાં મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટના થાણેના શિલફાટાના વેતાલ પાડા પાસેના દેસાઈ ગામમાં બની હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપી છે કે, દુર્ઘટના બાદ આરડીએમસી, ટીડીઆરએફ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.

અત્યાર સુધી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જેની ઓળખ સપના વિનોદ પાટીલ તરીકે થઈ છે, જે આ ઘરમાં રહેતી હતી. મૃતદેહ દાયઘર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
મળતી માહિતી મુજબ આ ઘટના આજે સવારે લગભગ 11.30 કલાકે બની હતી. આરડીએમસીના ચીફ સંતોષ કદમે જણાવ્યું છે કે, ઘરમાં આગ લાગી હતી, જે બાદ માળખું તૂટી પડ્યું હતું. ઘર ઘણું જૂનું અને જર્જરિત હાલતમાં હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃતક સપના પાટીલની લાશને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી, જે દટાઈ ગઈ હતી અને તેને બહાર કાઢવામાં આવી ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી પૂર્ણ કરી લીધી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
