T20 World Cup 2024 ના ફોર્મેટમાં બદલાવ કરાયો, હવે આવો હશે ક્વોલિફાઇંગ રાઉન્ડ!
હાલમાં જ T20 World Cup પુરો થયો છે અને ઈંગ્લેન્ડ વિજેતા થયુ છે. હવે આવતા 2024ના ટી20 વર્લ્ડકપને લઈને આઈસીસીએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.
હાલમાં જ T20 World Cup પુરો થયો છે અને ઈંગ્લેન્ડ વિજેતા થયુ છે. હવે આવતા 2024ના ટી20 વર્લ્ડકપને લઈને આઈસીસીએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાઈ રહેલા આ વર્લ્ડકપ માટે આઈસીસીએ આ નિયમો જાહેર કર્યા છે. હવે T20 વર્લ્ડ કપ 2022ની ટોપ 8 ટીમો સીધી ક્વોલિફાય થશે. આ સિવાયની બાકીની ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ રમશે.

હાલની સ્થિતીમાં, T20 વર્લ્ડ કપ 2022ની ટોપ-8 ટીમો સિવાય અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને સીધી એન્ટ્રી મળશે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા આ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે તો તેને પણ સીધી એન્ટ્રી મળશે. 2024 T20 વર્લ્ડ કપ માટે કુલ 12 ટીમો નક્કી કરવામાં આવી છે. ટી20 વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો હશે. હાલ 20 ટીમોમાં 12 ટીમો ફિક્સ છે, પરંતુ 8 ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ પછી નક્કી થશે.
મળતી વિગતો અનુસાર, 2 ટીમોને 5-5નાં રાઉન્ડમાં ડિવાઈડ કરવામાં આવશે. તમામ ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાઈ થશે. અહીં સુપર-12 રાઉન્ડની બાદબાકી કરાઈ છે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચ રમાશે. આ 55 મેચમાં લગભગ ત્રીજા ભાગની મેચ અમેરિકામાં રમાશે જ્યારે બાકીની મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
