બળજબરીથી લગ્ન કરવા ઈચ્છતો હતો મેજર, કારમાં ચાકૂ મારીને કરપીણ હત્યા
દિલ્હીમાં સેનાના મેજરની પત્નીની અત્યંત નિર્મમતાથી હત્યાના આરોપમાં અન્ય મેજરને પોલિસે ધરપકડ કરી છે. પોલિસે આરોપી મેજર નિખિલ હાંડાની મેરઠથી ધરપકડ કરી છે.
દિલ્હીમાં સેનાના મેજરની પત્નીની અત્યંત નિર્મમતાથી હત્યાના આરોપમાં અન્ય મેજરને પોલિસે ધરપકડ કરી છે. પોલિસે આરોપી મેજર નિખિલ હાંડાની મેરઠથી ધરપકડ કરી છે. આરોપી મેજરની ધરપકડ બાદ તેને દિલ્હી લાવવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સીસીટીવી ફૂટેજ અને મેજરની મૃતક પત્ની શૈલજાના મોબાઈલ ફોનની ડિટેલ્સના આધાર પર થઈ. મેજર નિખિલ હાંડાની ધરપકડ બાદ દિલ્હી પોલિસે જણાવ્યુ કે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને જણાવ્યુ કે તેણે કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો. પોલિસ લવ અફેરના એંગલની તપાસ કરી રહી છે.

મેજરે કરી સાથી મેજરની પત્નીની હત્યા
સેનાના મેજર નિખિલ હાંડાએ પોતાના સાથી મેજર અમિત દ્વિવેદીની પત્ની શૈલજા દ્વિવેદીની નિર્મમતાથી હત્યા કરીને તેને કેન્ટ મેટ્રો સ્ટેશન પાસે ફેંકીને ફરાર થઈ ગયો. આરોપીએ જણાવ્યુ કે આ હત્યાને દુર્ઘટનાનું સ્વરૂપ આપવા માટે મહિલાનું મોઢુ કારથી છુંદી નાખ્યુ હતુ. ડીસીપી વિજય કુમારના જણાવ્યા મુજબ મહિલાના કપડા ફાટેલા હતા જેના કારણે આશંકા જતાવવામાં આવી રહી છે કે મહિલા સાથે કારમાં બળજબરીની પણ કોશિશ કરવામાં આવી હશે.

મહિલા સાથે બળજબરીથી લગ્ન કરવા ઈચ્છતો હરતો આરોપી
આર્મી મેજરની પત્નીના હત્યારાને દિલ્હી પોલિસે 24 કલાકની અંદર જ ધરપકડ કરી લીધી. મેજર નિખિલ હાંડાની મેરઠમાં ધરપકડ કરી લેવામાં આવી ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં નિખિલે શૈલજા સાથેના પ્રેમનો સ્વીકાર કર્યો છે. નિખિલ હાંડાએ જણાવ્યુ કે વર્ષ 2015 થી મેજર અમિત દ્વિવેદીના પરિવારને જાણે છે અને તેમની સાથે પારિવારિક સંબંધો હતા. તે ઘણી વાર તેમના ઘરે જતા આવતા હતા અને તે તેમની પત્ની શૈલજાને પ્રેમ કરવા લાગ્યો હતો. નિખિલ શૈલજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. તેણે ઘણી વાર શૈલજા સામે આનો પ્રસ્તાન રાખ્યો હતો પરંતુ શૈલજાએ દરેક વખતે લગ્નનો ઈનકાર કર્યો હતો. નિખિલ કોઈ પણ કિંમતે શૈલજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. ઘટનાના દિવસે પણ તેણે કારમાં શૈલજાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ પરંતુ જ્યારે શૈલજાએ લગ્નનો ઈનકાર કરી દીધો ત્યારે તેણે ગુસ્સામાં તેની ગળુ કાપી હત્યા કરી દીધી.

દુર્ઘટનાનું સ્વરૂપ આપવા કારથી છૂંદી નાખ્યુ મોઢુ
ઘટનાના દિવસે શૈલજા બેઝ હોસ્પિટલ ફિઝિયોથેરેપી માટે ગઈ હતી. તે જ હોસ્પિટલમાં નિખિલના પુત્રનો પણ ઈલાજ ચાલી રહ્યો હતો. નિખિલ શૈલજાને પોતાની કારમાં લઈ ગયો. હોસ્પિટલથી નીકળ્યા બાદ નિખિલે તેને ઘરે મૂકવાની વાત કહી અને તેને કારમાં બેસાડી દીધી. કારમાં ફરીથી મેજર નિખિલે શૈલજા પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યુ. જ્યારે તે ના માની ત્યારે નિખિલે શૈલજાનું ગળુ કાપી તેની હત્યા કરી દીધી અને તેને ગાડીમાંથી ફેંકી દીધી. નિખિલે હત્યાને દુર્ઘટનાનું સ્વરૂપ આપવા માટે તેના ચહેરાને ગાડીથી છુંદી નાખ્યો અને ત્યાંથી સીધો પોતાના ઘરે જતો રહ્યો. તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો. જ્યારે આ હત્યાના સમાચાર તેણે ટીવી પર જોયા ત્યારે થોડા કલાકો તો પોતાની ગાડીમાં ફરતો રહ્યો અને ત્યારબાદ તે ત્યાંથી મેરઠ જતો રહ્યો.

સીસીટીવીથી ખુલ્યા રાઝ
મેજર નિખિલ હત્યાને અંજામ આપ્યા બાદ કેટલાય કલાકો સુધી કારમાં બેસીને દિલ્હીમાં ફરતો રહ્યો. પોલિસને શૈલજાના મોબાઈલ ફોનમાંથી નિખિલનો નંબર મળ્યો જેની સાથે તેને છેલ્લે વાત થઈ હતી. પરંતુ તેનો નંબર સતત બંધ આવ્યા બાદ પોલિસે તેની ગાડી ટ્રેસ કરવાની શરૂ કરી. પોલિસે સતત તેની ગાડી પર નજર રાખી રહી હતી. દિલ્હીમાં ફર્યા બાદ તે મેરઠના આર્મી કેન્ટોનમેન્ટમાં જતો રહ્યો. પોલિસે સીસીટીવી ફૂટેજની મદદથી નિખિલની મેરઠથી ધરપકડ કરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
