વિપક્ષી પાર્ટીઓની આગળની બેઠકની તારીખ બદલાશે, આ સમયે અને અહીં યોજાઈ શકે છે બેઠક
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના તાનાશાહી વલણ સામે વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવી છે અને આવનારી ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે વિચાર વિમર્શ કરી રહી છે. આ ક્રમમાં હવે આગામી બેઠકની તારીખમાં ફેરફારના સમાચાર મળી રહ્યા છે.
સમાચારો અનુસાર, વિપક્ષી પાર્ટીઓની બેઠક 25 અને 26 ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી તે હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડીયામાં યોજાઈ શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી.

સમાચારો અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના કેટલાક નેતાઓએ આ તારીખો દરમિયાન ફ્રી ન હોવાની વાત કરી હતી. જેને લઈને આ ફેરફાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે, આ મહેલા પટના અને બેંગ્લોરમાં બેઠકો યોજાઈ ચુકી છે અને તેના સારા પરિણામો સામે આવ્યા છે. હવેની બેઠકમાં સંયોજન અને સમન્વય સમિતિના નામ પણ જાહેર થઈ શકે છે.
સુત્રો અનુસાર, શરદ પવાર ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં પ્રવાસે જશે. હાલ મહારાષ્ટ્રમાં ભારે રાજકિય ઉથલપાથળ જોવા મળી રહી છે. એનસીપીમાંથી અજીત પવારે બળવો કર્યા બાદ ક્યાં માહોલ ગરમ છે.
ઈન્ડિયા ગઠબંધનના એક નેતા અનુસાર, મીટિંગ માટે 25-26 ઓગસ્ટની તારીખો હજુ પણ વિચારણા હેઠળ છે, પરંતુ દરેક વ્યક્તિ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે અમે વધુ તારીખો પર વિચાર કરાઈ રહ્યો છે.
આ પહેલા વિપક્ષી પાર્ટીઓ સૌથી પહેલા 23 જૂને પટનામાં મળી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ બેઠકનું આયોજન કર્યું હતું. બીજી બેઠક બેંગ્લોરમાં 17-18 જુલાઈ દરમિયાન યોજાઈ હતી અને કોંગ્રેસ દ્વારા આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં જ ગઠબંધને નામ આપવામાં આવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
