ડૉલી બિન્દ્રાઃ ‘રાધે માના ઈશારે પોલિસ અધિકારીએ મારુ યૌન શોષણ કર્યુ'
ડૉલી બિન્દ્રાએ ગૉડ મધર રાધે મા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચંદીગઢમાં એક મોટા પોલિસ અધિકારીના ઘરે તેનું યૌન શોષણ કરાવ્યુ છે.
#MeToo અંગે બોલિવુડથી લઈ રાજકારણની ગલીઓમાં ભૂકંપ મચેલો છે. મોટી મોટી હસ્તીઓએ આ અભિયાન દ્વારા પોતાની સાથે થયેલી ગંદી હરકતોનો ખુલાસો કર્યો છે. મહિલાઓની આપવીતી બાદ દેશની ઘણી જાણીતી હસ્તીઓ સવાલોથી ઘેરાયેલી છે. આ અભિયાન દ્વારા હવે મોટો ખુલાસો બિગ બોસ ફેમ ટીવી અભિનેત્રી ડૉલી બિન્દ્રાએ કર્યો છે.

ડૉલી બિન્દ્રાએ રાધે મા પર લગાવ્યો યૌન શોષણનો આરોપ
ડૉલી બિન્દ્રાએ ગૉડ મધર રાધે મા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચંદીગઢમાં એક મોટા પોલિસ અધિકારીના ઘરે તેનું યૌન શોષણ કરાવ્યુ છે. બિન્દ્રાએ આ વિશે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે વર્ષ 2015માં રાધે મા અને તેમના ભક્તોએ તેમને ચંદીગઢ સ્થિત પંજાબ પોલિસના એક મોટા અધિકારીના ઘરે યૌન શોષણનો શિકાર બનાવી હતી. આના વિરોધમાં તેમણે તરત જ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ રાધે મા અને પોલિસ અધિકારીની ઉંચી પહોંચના કારણે સમગ્ર મામલો રફે-દફે કરી દેવાયો. બિન્દ્રાએ કહ્યુ કે તેમણે પોતાની સાથે થયેલી ગંદી હરકતની ફરિયાદ પોલિસમાં પણ કરાવી હતી પરંતુ પોલિસે સમગ્ર મામલે કોઈ પગલાં લીધા નહોતા.
|
મહિલાની વિશ્વસનીયતા પર શંકા
બિન્દ્રાએ પોતાના ટ્વિટમાં એ પણ લખ્યુ છે કે આજે દરેક જણ એ મહિલાની વિશ્વસનીયતા પર શંકા કરી રહ્યુ છે જે મી ટુ હેઠળ યૌન શોષણનો પોતાનો ભયાનક અનુભવ લખી રહી છે. તેને સવાલ કરવામાં આવી રહ્યા છે કે તેણે ત્યારે કેમ ન કીધુ? અત્યારે કેમ બોલી રહી છે? લોકો એ સમજવામાં અસફળ થઈ જાય છે કે યૌન શોષણની શિકાર મહિલાઓ કેવા ડિપ્રેશનમાં જતી રહેતી હોય છે.

‘રાધે મા એક ખરાબ મહિલા છે'
બિન્દ્રાએ પોતાની આપવીતીમાં કહ્યુ છે કે ન્યાયની શોધમાં મે સીએમ અને પીએમને પણ લખ્યુ પરંતુ આજ સુધી મારી ફરિયાદ પર કોઈ એક્શન લેવાઈ નથી. જો મારા જેવી મહિલા ટલ્લી બાબા અને રાધે માના પુત્રથી છેડતીની શિકાર થાય છે તો તમે તે મહિલા (રાધે મા) થી અપેક્ષા રાખી શકો, જેના ઈશારે આ બધુ થયુ. તે એક પાખંડી મહિલા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
