Video : જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, ત્રણ પરપ્રાંતિય મજુરોને ગોળી મારી
કાશ્મીરમાં આતંકવાદની કમર તુટી ગઈ હોવાના મોટા મોટા દાવા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના ગાલ પર ફરી એક વખત આતંકીઓએ તમાચો માર્યો છે. અહેવાલો અનુસાર, જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ ત્રણ પરપ્રાંતિય મજુરોને ગોળી મારી દીધી છે.
કાશ્મીરમાં ફરી એક વખત આતંકીએ માથુ ઉચક્યુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતિય મજૂરોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટના બાદ મજુરોને હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમના જીવ ન બચાવી શકાયા.

હુમલાને લઈને પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાન વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર કર્યો છે.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું કે, સૈનિકોએ સોમવારે રાત્રે નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી અને જ્યારે તે સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા અને તેમના પર ફાયરીંગ કરાયું.
#WATCH | Jammu and Kashmir | Police and Army cordoned off the area in Gagran, Shopian after gunshots were heard in the area; some people got injured.
— ANI (@ANI) July 13, 2023
More details awaited. pic.twitter.com/eFzCxpoIqU
જણાવી દઈએ કે, મોદી સરકારના ખોખલા દાવા વચ્ચે કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલાઓ કરી રહ્યા છે અને પરપ્રાંતિય લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા પણ કાશ્મીરમાં ઘણી હિંસા થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
