Telangana Result :કોણ છે તેલંગાણામાં કોંગ્રેસની જીતના હિરો સુનીલ કાનુગોલુ?
ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે કોંગ્રેસે તેલંગાણામાં જીત મેળવી છે. હવે કોંગ્રેસની આ જીત માટે એક ખાસ વ્યક્તિને શ્રેય અપાઈ રહ્યો છે.
તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. 2014માં આંધ્રપ્રદેશથી અલગ થઈને બનેલી તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી પ્રથમ વખત સત્તા પર આવી છે. કોંગ્રેસની આ જીત પાછળ એક રણનીતિકારનો હાથ મનાય છે. જેણે માત્ર એક વર્ષમાં કોંગ્રેસને બીજી જીત અપાવી છે.

તેલંગાણાની કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતી હાંસલ કરી અને કુલ 64 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. આ સિવાય ભારત રાષ્ટ્ર સમિતિને આ વખતે 39 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 16 સીટો જીતી હતી, પરંતુ સંપૂર્ણ તાકાત બતાવ્યા બાદ આ વખતે પાર્ટીએ ચાર ગણી સીટો જીતી છે. કોંગ્રેસની આ જીત પાછળ સુનીલ કાનુગોલુ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીતમાં વ્યૂહરચનાકાર સુનીલ કાનુગોલુની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે. જે બાદ કાનુગોલુને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તેમણે પોતાને સંપૂર્ણ રીતે સાબિત કર્યા છે.
સુનીલ કાનુગોલુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના સહયોગી રહ્યા છે. 2009માં અમેરિકાથી પરત આવ્યા બાદ કાનુગોલુ પીકે એટલે કે પ્રશાંત કિશોરની ટીમ સાથે જોડાયા. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના ચૂંટણી પ્રચાર માટે કામ કર્યું.
2014માં પ્રશાંત કિશોરે બીજેપીથી દૂરી લીધી હોવા છતાં તે બીજેપી સાથે જોડાયેલા રહ્યા. સુનીલ કાનુગોલુએ 2017ની યુપી વિધાનસભા ચૂંટણી માટે પણ રણનીતિ બનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
