ડૉ. ભીમરાવ આંબેડકર પર વાંધાનજક ટિપ્પણી કરનાર વ્યક્તિની ધરપકડ, તેલંગાનાના રાજકારણમાં હોબાળો
Dr. Bhimrao Ambedkar: બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે વાંધાજનક વીડિયો જાહેર કરનાર વ્યક્તિની તેલંગાના પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ તેલંગાનાનો રહેવાસી છે અને તેની ઓળખ હમારા પ્રસાદ તરીકે થઈ છે. પોલીસે ધરપકડ કરાયેલ વ્યક્તિ સામે આઈપસીની કલ 153એ અને 505(2) હેઠળ કેસ નોંધી લીધો છે.

તમને જણાવી દઈએ કે હમારા પ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ડૉ. ભીમરાવ આંબેડકર વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. વીડિયોમાં પ્રસાદ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગોડસેએ ગાંધીને માર્યા હતા તેમ મે આંબેડકરને માર્યા હોત. વીડિયોમાં પ્રસાદ પાસે ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલ પુસ્તક છે. પ્રસાદના આ વીડિયો બાદ તેલંગાણામાં રાજકારણ ગરમાયુ છે. બસપાના તેલંગાણા પ્રમુખ આરએસ પ્રવીણ કુમારે હમારા પ્રસાદ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
હમારા પ્રસાદની ધરપકડ અંગે માહિતી આપતા હૈદરાબાદ સિટી પોલીસે કહ્યુ છે કે, 'સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને હમારા પ્રસાદની ધરપકડ કરી છે. ડૉ. બીઆર આંબેડકરને ગાળ દેવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વીડિયો ફોરવર્ડ કરવા બદલ એફઆઈઆર 256/2023 યુ/એસ નોંધવામાં આવી છે. પોલીસ હમારા પ્રસાદની પૂછપરછ કરી રહી છે. હમારા પ્રસાદે ખુદને રાષ્ટ્રીય દલિત સેના નામના સંગઠનનો પ્રમુખ ગણાવ્યો છે. વીડિયોમાં હમારા પ્રસાદે વારંવાર ડૉ. આંબેડકરની ટીપ્પણી કરીને તેમની હત્યા કરવાની ધમકી આપી છે.
તમને જણાવી દઈએ કે તેલંગાનાના દલિત નેતા હમારા પ્રસાદનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હમારા પ્રસાદે ડૉ. આંબેડકરના પુસ્તક રીડલ્સ ઈન હિંદુઈઝ્મ વિશે ટિપ્પણી કરી છે. હમારા પ્રસાદનુ કહેવુ છે કે આ પુસ્તક દ્વારા ડૉ. આંબેડકરે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેલંગાનામાં બસપા નેતા આરએસ પ્રવીણ કુમારે વીડિયો શેર કરીને કઠોર કાર્યવાહીની માંગ કરી છે.
Today Cyber crime police station, Hyderabad City arrested Hamara prasad Registered FIR 256/2023 U/S 153A,505(2) IPC on abusing Dr. BR Ambedkar & forwarding videos through social media platforms. pic.twitter.com/sYCDPHrTjz
— Hyderabad City Police (@hydcitypolice) February 10, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
