તેલંગાણા ચૂંટણીઃ 119 સીટો માટે મતદાન શરુ, પીએમ મોદીએ રેકૉર્ડ સંખ્યામાં વોટિંગની કરી અપીલ
Telangana Assembly Election 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા વિનંતી કરી છે. પીએમ મોદીએ પહેલીવાર વોટ કરી રહેલા યુવાનોને પણ વોટ કરવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ લખ્યું, "હું તેલંગાણાની મારી બહેનો અને ભાઈઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના પર્વને મજબૂત કરવા માટે આહ્વાન કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.''

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, માત્ર ભ્રષ્ટાચાર મુક્ત અને ગરીબ તરફી સરકાર જ તેલંગાણાની સમૃદ્ધિ માટે નિઃસ્વાર્થપણે કામ કરી શકે છે. હું તેલંગાણાના લોકોને એવી સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં બહાર આવવા અપીલ કરું છું જેની પ્રાથમિકતા સશક્તિકરણ છે, તુષ્ટિકરણ નહીં."
હૈદરાબાદમાં આજે હાજર કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીએ કહ્યું, "મતદાન એ ભારતની લોકશાહીમાં એક મહત્વનું શસ્ત્ર છે. આ અધિકારનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. જે વ્યક્તિ પોતાના મતના અધિકારનો ઉપયોગ નથી કરતી તેને ટીકા કરવાનો અધિકાર નથી. હું સહુને અનુરોધ કરુ છુ કે મતદાન આપણી જવાબદારી અને અધિકાર છે, તેથી બહાર નીકળીને મતદાન કરો. તેલંગાણામાં સારી સરકાર લાવવાની જવાબદારી તમારા બધાની છે."
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં આ વખતે 3 કરોડ 26 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેલંગાણામાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 12 હજારથી વધુ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
I call upon my sisters and brothers of Telangana to vote in record numbers and strengthen the festival of democracy. I particularly urge young and first time voters to exercise their franchise.
— Narendra Modi (@narendramodi) November 30, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
