Telangana Election Result 2023: બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા કેસીઆર, બંનેમાં પાછળ
Telangana Election Result 2023: તેલંગાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ સામે આવવા લાગ્યા છે. તેલંગાણામાં 119 બેઠકો માટે મતદાનની ગણતરી શરૂ થઈ ગઈ છે. વિધાનસભા સીટોના ડેટા પર નજર કરીએ, તો હાલ 119 સીટોમાંથી કોંગ્રેસ 72 સીટો પર આગળ છે, જ્યારે બીઆરએસ 36 સીટો પર આગળ છે.
તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી કેસીઆર બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની મૂળ બેઠક ગજવેલ અને કામરેડ્ડી. તેનો સામનો ગજેવાલમાં ભાજપ નેતા એટેલા રાજેન્દ્ર અને કામરેડ્ડીમાં કોંગ્રેસના રાજ્ય એકમના વડા રેવન્ત રેડ્ડી સામે છે. જેમાં બંને બેઠકો પર કેસીઆર પાછળ છે.

જો ઓવૈસીની પાર્ટીની વાત કરીએ, તો તે 6 સીટો પર આગળ છે, જ્યારે ભાજપ 5 સીટો પર આગળ છે. સવારે 10 કલાક બાદ આંકડાઓનું ગણિત બદલાયું છે, હવે કોંગ્રેસ 68 સીટો પર આગળ જોવા મળી રહી છે. જ્યારે 40 સીટો પર BRSનો ધ્વજ ઉંચો જોવા મળી રહ્યો છે. ભાજપ 7 સીટો પર આગળ છે, જ્યારે AIMIM 4 સીટો પર આગળ છે.
સવારે 10.30 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. જ્યારે BRS 40 સીટો પર આગળ છે. આ સિવાય ભારતીય જનતા પાર્ટી 7 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ઓવૈસીની પાર્ટી AIMIM 5 સીટો પર આગળ છે. આ સિવાય અન્યના ખાતામાં 1 સીટ દેખાઈ રહી છે.
સવારે 10.40 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં જાહેર થયેલા આંકડાઓની વાત કરીએ, તો કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. BRS 40 બેઠકો પર આગળ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી 9 બેઠકો પર આગળ ચાલી રહી છે. ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટો પર આગળ છે. આ સિવાય અન્યના ખાતામાં 1 સીટ દેખાઈ રહી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
