Telangana Election : રાહુલ ગાંધી તેલંગાણા આવે છે તો બિરયાની અને પાન ખાય છે, BRS નેતાનો રાહુલ ગાંધી પર પ્રહાર
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હવે તેલંગાણામાં મતદાન બાકી રહ્યું છે. અહીં 30 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નેતાઓના વાર-પલટવાર તેજ છે.
તેલંગાણામાં કોંગ્રેસ અને સત્તાધારી બીઆરએસ વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે બીઆરએસ મહિલા નેતા અને એમએલસી કે કવિતાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.

કે કવિતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અમારા મહેમાન છે. તે અહીં આવે છે, બિરયાની, પાન ખાય છે. ગાંધી પરિવારે હંમેશા તેલંગાણાના લોકો સાથે દગો કર્યો છે. જ્યારે ઈન્દિરાજીને તેલંગાણાની જરૂર હતી ત્યારે તેલંગાણાના લોકોએ હંમેશા સાથ આપ્યો. પરિવારને સમર્થન આપ્યું, પરંતુ ગાંધી પરિવારે ક્યારેય તેલંગાણાને સમર્થન આપ્યું નહીં. ગાંધી પરિવારે હંમેશા તેલંગાણા સાથે દગો કર્યો છે.
તેણીએ કહ્યું કે, અત્યારે તે માત્ર કેસીઆરને દોષ આપવા માંગે છે. અમે હંમેશા ગાંધી પરિવારને ટેકો આપ્યો છે, પરંતુ તેમણે ક્યારેય અમારો સાથ આપ્યો નથી.
જણાવી દઈએ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે, બીજેપી અને બીઆરએસ આ ચૂંટણીમાં સાથે મળીને લડી રહ્યા છે. આ મુદ્દે કે કવિતાએ કહ્યું કે, ઈડીનો કેસ રાહુલજી અને સોનિયાજી વિરુદ્ધ છે, તો તેમની ધરપકડ કેમ કરવામાં ન આવી? તો હું વિચારી શકું કે બીજેપી અને કોંગ્રેસની મિલીભગત છે?
આ સિવાય કે કવિતાએ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, અમે અમિત શાહજીને પ્રેમથી તેલંગાણામાં જુમલાના રાજા કહીએ છીએ. બીજેપી શાસિત કોઈપણ રાજ્યમાં દરેક ઘરમાં પાણી પહોંચી ગયું છે? અમારી સરકારે તેલંગાણામાં આ કરી બતાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
