Telangana Election Result 2023: તેલંગાણામાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, લીધુ આ મોટુ પગલું
Telangana Election Result 2023: દેશના પાંચ રાજ્યોની ચૂંટણી 30 નવેમ્બરે પૂર્ણ થઈ હતી. તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન, તેલંગાણામાં કોંગ્રેસને વલણોમાં જોરદાર લીડમાં છે પરંતુ કેન્દ્રીય નેતૃત્વને ધારાસભ્યોનમા તૂટવાનો ડર છે.
આથી કોંગ્રેસ પહેલાથી જ ઘણા નેતાઓને ત્યાં નિરીક્ષક તરીકે મોકલી ચૂકી છે. કોંગ્રેસે તેલંગાણામાં મત ગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે એક ટીમ તેલંગાણા મોકલી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે, રણદીપ સિંહ સુરજેવાલા અને ડીકે શિવકુમારનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પેહલેથી જ તેલંગાણા પર પોતાની નજર રાખી રહ્યુ છે. તેને ધ્યાનમાં રાખીને આ ચાર નેતાઓને ખાસ રણનીતિ હેઠળ ત્યાં મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને એવી માહિતી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસે તેલંગાણાના તમામ ઉમેદવારોને રવિવાર સુધીમાં હૈદરાબાદ પહોંચી જવાની સૂચના આપી છે.
આ દરમિયાન, એવા પણ સમાચાર છે કે આ ચાર દિગ્ગજ નેતાઓ સિવાય કેટલાક એવા નેતાઓને પણ હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે જેમની ત્યાં સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમાં કેબિનેટ મંત્રીઓ ઝમીર અહેમદ ખાન, બી નાગેન્દ્ર અને એનએસ બોસારાજુની નિમણૂક કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું છે કે, અમને માહિતી મળી છે કે બીઆરએસ અમારા ઉમેદવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમને વિશ્વાસ છે કે અમને સ્પષ્ટ જનાદેશ મળશે અને કોંગ્રેસ પાર્ટીને સારા આંકડા મળશે. બીજી તરફ બોસારાજુનો દાવો છે કે તેલંગાણામાં કોંગ્રેસને 65 સીટો મળશે અને તેને કોઈના સમર્થનની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસે તેલંગાણામાં જીત માટે તમામ પ્રયાસો કર્યા હતા. જો કોંગ્રેસ તેલંગાણામાં પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ થાય છે તો આગામી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળવાની આશા છે. જો કે આ વખતે ભાજપે પણ જોરદાર પ્રયાસ કર્યો છે પરંતુ તેનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
