તેલંગાણાઃ સીએમ રેવંત રેડ્ડીએ પીએમ મોદીના અભિનંદનનો આપ્યો જવાબ, કહ્યુ - કેન્દ્રીય સમર્થનની આશા છે
Revanth Reddy Become Telangana Chief Minister: કોંગ્રેસ નેતા એ રેવંત રેડ્ડીએ તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેલંગાણામાં જંગી જીત મેળવી છે. કોંગ્રેસે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર રેવંત રેડ્ડીને તેલંગાણાના આગામી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રેવંત રેડ્ડીએ પીએમ મોદીનો તેમના અભિનંદન સંદેશ માટે આભાર માન્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર હંમેશા તેલંગાણાને સમર્થન અને મદદ કરશે. પીએમ મોદીએ તેમને તેલંગાણાના વિકાસ અને કલ્યાણને આગળ વધારવા માટે તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી.
પીએમ મોદીએ તેમના સત્તાવાર હેન્ડલ પરથી પોસ્ટ કર્યું કે રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણ માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું. વડાપ્રધાન મોદીના સંદેશના જવાબમાં સીએમ રેવંત રેડ્ડીએ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, પીએમ મોદીજી તમારો આભાર. તેલંગાણા રાજ્યના વિકાસ માટે સહકારની અપેક્ષા.
રેવંત રેડ્ડીએ ગુરુવારે વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેલંગાણાના પ્રથમ કોંગ્રેસી સીએમ તરીકે શપથ લીધા.
હૈદરાબાદના વિશાળ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. સીએમ રેવન્ત રેડ્ડીએ પદ સંભાળ્યા પછી તરત જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ રેડ્ડીની ઓફિસે ગુરુવારે અક્કમપેટાને રેવન્યુ વિલેજ તરીકે સ્થાપિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
