Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવુ હોય તો ભાજપને સત્તામાં લાવોઃ સીએમ યોગી

તેલંગાનામાં પાર્ટીનો પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરનું નામ બદલવાની શરતે મતદાતાઓને રિજાવવાની કોશિશ કરી છે.

તેલંગાનામાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. આ પહેલા રાજ્યમાં પાર્ટીનો પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરનું નામ બદલવાની શરતે મતદાતાઓને રિજાવવાની કોશિશ કરી છે. સીએમ આદિત્યનાથે કહ્યુ કે જો એ લોકો ઈચ્છે છે કે હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખી દેવામાં આવે તો આના માટે ભાજપને મત આપીને તેને સત્તામાં લાવો. સીએમ આદિત્યનાથની ભાજપ સરકારે હાલમાં જ ઉત્તરપ્રદેશમાં બે શહેરોના નામ બદલ્યા છે.

cm yogi

તેલંગાનાના ગોશામહલ વિધાનસભા ક્ષેત્રમાં ઉમેદવાર ટી રાજા સિંહ લોધના સમર્થનમાં આયોજિત રેલીમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા. અહીં તેમણે કહ્યુ કે જો મતદાતા હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખવા ઈચ્છે છે તો ભાજપને સત્તામાં લાવે. તેમણે કહ્યુ કે તે ત્યાં વિશેષ રીતે લોધ માટે પ્રચાર કરવા માટે આવ્યા છે કારણકે તે શહેરનું નામ હૈદરાબાદથી બદલીને ભાગ્યનગર કરવા માટે કામ કરી રહ્યા છે. યોગીએ કહ્યુ કે ભાજપે ભારતને રામ રાજ્ય બનાવવાની જવાબદારી ઉઠાવી હતી અને તેમાં તેલંગાનાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ.

હાલમાં જ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકારે બે મહત્વપૂર્ણ શહેરોના નામ બદલ્યા છે. પ્રયાગ નગરી ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યુ. વળી, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દેવામાં આવ્યુ છે. શહેરોના નામ બદલવા પર સરકારે ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X